ચોથા ક્વાર્ટર દરમિયાન ભારતમાં વેચાયા 2.58 કરોડ સ્માર્ટફોન, સેમસંગ પ્રથમ સ્થાને યથાવત
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં હિસ્સેદારીની દૃષ્ટિએ જોઈએ તો સેમસંગ 25.1 ટકા સાથે પ્રથમ સ્થાન પર રહી છે. ત્યાર બાદ શ્યાઓમી 10.7 ટકા સાથે બીજા, લેનોવો 9.9 ટકા સાથે ત્રીજા, ઓપ્પો 8.6 ટકા સાથે ચોથા અને વીવો 7.6 ટકા સાથે પાંચમાં સ્થાન પર રહી.
ચોથા ક્વાર્ટર દરમિયાન 31.2 ટકા સ્માર્ટફોન્સનું વેચાણ ઓનલાઈનના માધ્યમથી થયું છે. તેમાં 50 ટકા હિસ્સેદારી શ્યાઓમી અને લેનોવોની છે. સમગ્ર વર્ષ (2016)ની વાત કરીએ તો કુલ 10.91 કરોડ સ્માર્ટપોનનું વેચાણ થયું, જે વિતેલા વર્ષની તુલનામાં 5.2 ટકા વધારે છે.
અહેવાલ અનુસાર ચોથા ક્વાર્ટર 2016માં સ્માર્ટફોનનું વેચાણ 2.58 કરોડ એકમ પર સ્થિર રહ્યું છે જે ચોથા ક્વાર્ટર 2015 જેટલું જ છે. આઇડીસીએ પોતાના રિસર્ચ અહેવાલમાં કહ્યું છે કે, નોટબંધીને કારણે સ્માર્ટફોનનાં વેચાણ પર ખરાબ અસર પડી છે.
જ્યારે, જુલાઈ-સપ્ટેમ્બર 2016 ક્વાર્ટરની તુલનામાં સ્માર્ટફોનનું વેચાણ ચોથા ક્વાર્ટરમાં 20.3 ટકા ઘટ્યું છે. આઈડીસીના અહેવાલ અનુસાર ભારતીય સ્માર્ટફોન બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોનની હિસ્સેદારી વધી છે.
નવી દિલ્હીઃ રિસર્ચ ફર્મ આઈડીસી અનુસાર તહેવારના વેચાણ બાદ નોટબંધી અને અન્ય કારણોની અસર સ્માર્ટફોનના વેચાણ પર પણ જોવા મળી છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશમાં સ્માર્ટપોનનું વેચાણ વાર્ષિક ધોરણે 2.58 કરોડ એક પર સ્થિર રહ્યું છે.