આવતીકાલથી ખરીદી શકશો આસુસનો આ સૌથી દમદાર ફોન, 256GB સ્ટૉરેજ સાથે છે ખાસ ફિચર
ZenFone 5Z ના 8જીબી રેમ અને 256જીબી સ્ટૉરેજ વેરિએન્ટને 36,999 રૂપિયામાં વેચવામાં આવશે. ફોન ખરીદવા માટે એક્સિસ બેન્કનું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો યૂઝ કરવાથી 2 હજાર રૂપિયા સુધીની છૂટ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાછળના ભાગમાં પ્રાઇમરી કેમેરો 12 મેગાપિક્સલનો છે. આ સોની IMX363 સેન્સર છે. જે F/1.8 અપર્ચર, 83 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂ અને સૉફ્ટલાઇટ એલઇડી ફ્લેશવાળો છે.આમાં ફેસ અનલૉક ફિચરની સાથે રિયર ટાઇમ વ્યૂટિફિકેશન પણ મળશે.
વાત કરીએ કેમેરા સેટઅપની તો સ્માર્ટફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર F/2.2 અપર્ચર અને 120 ડિગ્રી વાઇડ એન્ગલ લેન્સ છે. ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલ વાળો છે. આ F/2.0 અપર્ચર અને 4 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂવાળો છે.
આના કંપનીએ દમદાર ફિચર્સ આપ્યા છે, જેની વાત કરવામાં આવે તો આ ફોન જેયુઆઇ 5.0 પર ચાલશે. 6.2 ઇંચની ફૂલ એચડી પ્લસ, સુપર આઇપીએસ પ્લસ ડિસ્પ્લે છે. હેન્ડસેટમાં રેમના બે ઓપ્શન છે 6GB કે 8GB, ફોનનું સ્ટૉરેજ 256 જીબી સુધીનું છે, જેને 2TB સુધી વધારી શકાય છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રૉસેસરની સાથે એડ્રેનો 630 જીપીયુ આપવામાં આવ્યું છે.
જોકે, કંપનીએ 8જીબી રેમ/256જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટને સેલ માટે ન હતો મુક્યો, પણ હવે કંપનીએ જાહેરત કરી દીધી છે કે આ ફોનને ખરીદવાની ઇચ્છા રાખનારાઓ 30 જુલાઇથી આને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે. આ આસુસનો દમદાર અને હાઇટેક ફોન છે.
નવી દિલ્હીઃ જુલાઇની શરૂઆતમાંજ આસુસે પોતાના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન ZenFone 5Zને ઇન્ડિયામાં લૉન્ચ કરી દીધો હતો. કંપનીએ આ ફોનને ત્રણ વેરિએન્ટમાં ઉતાર્યો હતો, જેમાં 6જીબી, રેમ/64જીબી સ્ટૉરેજ, 6જીબી રેમ/128જીબી સ્ટૉરેજ અને 8જીબી રેમ/256જીબી સ્ટૉરેજ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -