ફિંગરપ્રિન્ટ સેન્સર સાથેના આ છે બેસ્ટ સ્માર્ટફોન, કિંમત 10 હજારથી પણ ઓછી
ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ રેડમી Note 3 સ્માર્ટફોનમા 5.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનની કિંમત 9999 રૂપિયા છે. રેડમી Note 3માં ક્વોલકોમ સ્નેપડ્રેગન ચિપસેટ આપવામાં આવી છે.
લાઈફ water 9 સ્માર્ટપોન ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે. 5.5 ઇંચની એચડી ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનની કિંમત 8249 રૂપિયા છે. સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન જિયો વેલકમ ઓફરની સાથે આવે છે.
કુલપેડ Note 3 પ્લસમાં 5.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફિંગરપ્રિન્ટ સેન્સરવાળા આ સ્માર્ટફોનની કિંમત 8999 રૂપિયા છે. સ્માર્ટપોનમાં 3GB રેમ અને 3000mAhની બેટરી આપવામાં આવી છે.
માઈક્રોમેક્સનો Unite 4 પ્લસ ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે. સ્માર્ટફોનની કિંમત 8049 રૂપિયા છે. Unite 4માં 2GB રેમ આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
ફિંગરપ્રિન્ટથી સજજ શ્યાઓમી રેડમી 3S પ્રીઇમની કિંમત 8999 રૂપિયા છે. સ્માર્ટપોનમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 3GB રેમ અને 4100mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.
ફિંગરપ્રિન્ટ સેન્સર એવું ફીચર જે યૂઝર્સને સ્માર્ટપોનની પ્રાઈવેસી કન્ટ્રોલ કરવાનો શ્રેષ્ઠ અનુભવ આપે છે. આજે અમે તમને એવા સ્માર્ટપોન વિશે જણાવી રહ્યા છીએ જે ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે અને તેની કિંમત પણ 10 હજારથી પણ ઓછી છે.