BSNLએ માત્ર 98 રૂપિયામાં લોન્ચ કરી સ્પેશલ ડેટા ઓફર, જાણો દરરોજ કેટલા GB મળશે ડેટા
. આ પહેલા બીએસએનએલ એ 39 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો હતો. જેમાં ગ્રાહકોને 10 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઈસ કોલની ઓફર આપે છે. સાથે 100 મેસેજ પણ આપવામાં આવે છે.
જણાવી દઈએ કે બીએસએનએલ પોતાના પ્લાનમાં 3G/2G ડેટાજ આપશે. બીએસએનએલ એ હજુ સુધી દેશમાં પોતાની 4G સેવા શરૂ કરી નથી.
બીએસએનએલ ના ડાયરેક્ટર આર. કે મિત્તલે જણાવ્યું કે, આ ટેરિફ વાઉચર પ્લાન માત્ર ડેટા માટે જ છે. યૂઝર્સને માત્ર ડેટા જ આપવામાં આવશે. વોઈસ કોલની સુવિધા ગ્રહકોને આપવામાં આવશે નહીં આ પ્લાનમાં 2.51 રૂપિયામાં એક જીબી ડેટા મળશે.
નવી દિલ્હી: ટેલીકોમ કંપની વધી રહેલી હરિફાઈમાં હવે બીએસએનએલ પણ શામેલ થઈ ગઈ છે. પબ્લિક સેક્ટરની આ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ નવા ‘ડેટા સુનામી’ ઓફરની જાહેરાત કરી છે. 98 રૂપિયાના આ સ્પેશલ ટેરિફ વાઉચરમાં પ્રીપેડ ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવશે અને 26 દિવસની વેલિડિટી રહેશે. આ ટેરિફને બીએસએનએલ એ ‘વર્લ્ડ ટેલિકોમ ડે’ ના અવસર પર લોન્ચ કર્યો છે.