ભારતમાં 4Gનાં ઠેકાણાં નથી ને વિશ્વમાં 5Gનું ટેસ્ટિંગ શરૂ, આંખના પલકારામાં ડાઉનલોડ, જાણો ક્યા દેશમાં થઈ શરૂઆત
હોંગકોંગના સમાચાર પત્ર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે બર્નસ્ટેન રિસર્ચના અહેવાલ અનુસાર 5જી ટેક્નોલોજીના પરીક્ષણની સાથે વધારે યૂઝર્સને હાઈસ્પીડ ડેટામાં સક્ષમ એન્ટેના પ્રણાલીનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2015ના અંત સુધી 1.3 અબજ મોબાઈલ યૂઝર્સની સાથે ચીન વિશ્વનું સૌથી મોટું 4જી માર્કેટ છે. ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રી અનુસાર ચીનનના 1.3 અબજ મોબાઈલ ફોન યૂઝર્સમાંથી અંદાજે 30 ટકા યૂઝર્સ 4જી નેટવર્કનો ઉપયોગ કરે છે.
પાકિસ્તાને વિતેલા મહિનાની શરૂઆતમાં એવો દાવો કર્યો તો કે તે ટૂંકમાં જ 5જી ટેક્નોલોજી લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાનના પ્રધાન એહસાન ઈકબાલે દાવો કર્યો હતો કે, દુનિયાની પહેલા આ ટેક્નોલોજી પાકિસ્તાનમાં આવશે. 5જીમાં 1જીબી ડેટા એક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાશે.
હાઈ-સ્પીડ 5જી નેટવર્ક 20 ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડની સ્પીડ મેળવી શકે છે, જે હાલની 4જી સ્પીડ 1 ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડથી ખૂબ જ વધારે છે. ઇન્ટરનેશનલ ટેલીકોમ્યુનિકેશન યુનિયનને આશા છે કે 2020માં 5જી નેટવર્કનું કામ શર કરશે, આ ટેકનીક આઈએમટી-2020ના નામથી ઓળખવામાં આવશે.
બીજિંગઃ ચીને લગભગ 100 શહેરમાં 5જી ટેલીકોમ્યૂનિકેશન્સ ઉપકરણોનું પરીણ શરૂ કર્યું છે. ચીન સબ્સક્રાઈબર્સના આધારે વિશ્વનું સૌથી મોટું ટેલીકોમ બજાર છે અને તેનો ટાર્ગેટ મોબાઈલ ફોન સિસ્ટમની હવે પછીની પઢીની દોડમાં સૌથી આગળ રહેવાનો છે. હાઈ સ્પીડ 5જી નેટવર્કમાં ડેટા સ્પીડ હાલના 4જી સ્પીડથી 20 ગણી વધારે હશે અને તેમાં ટેટા લોસ પણ ખૂબ જ ઓછો રહેશે.
ભારતમાં ક્યારે આવશે 5જી?: ટેલિકોમ સચિવ જેએસ દીપકે હાલમાં જ કહ્યું હતું કે, વિશ્વમાં જ્યારે 5જી આવશે, ત્યારે ભારતમાં પણ આ ટેક્નોલોજી આવી જશે. તેમાં 3જી અને 4જી જેટલું મોડું નહીં થાય. જણાવીએ કે ભારતમાં 2જી વિશ્વમાં આવ્યાના 25 વર્ષ બાદ અને 3જી 10 વર્ષ બાદ અને 4જી 5 વર્ષ બાદ આવ્યું છે. 5જી વિશ્વના મોટા દેશમાં 2018ની શરૂઆત સુધી આવવાની ધારણા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -