હવે Facebook જણાવશે, તમે અમીર છો કે ગરીબ! જાણો કેવી રીતે કામ કરશે ટેક્નોલોજી....
આ પેટન્ટને શુક્રવારે સાર્વજનિક કરવામાં આવી. તેમાં એક એવા અલ્ગોરિધમનો સૂચન આપવામાં આવ્યું છે, જે ફેસબુકની ક્ષમતાઓમાં સુધારો કરી શકે છે. જેનાથી તે યુઝર્સ વધારે પ્રાસંગિક જાહેરાત જોવા મળશે. પેટન્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના યુઝર્સના સામાજિક-આર્થિક યોગ્યતાનો અંદાજો લગાવવાથી તેને થર્ડ પાર્ટીની જાહેરાત ટાર્ગેટ યુઝર્સ સુધી પહોંચાડવામાં મદદ મળશે.
રિપોર્ટ અનુસાર શનિવારે કહેવામાં આવ્યું છે કે પેટન્ટ મુજબ, કંપની એક એવી સિસ્ટમ તૈયાર કરવા ઈચ્છે છે જે યુઝર્સના પ્રાઈવેટ આંકડાઓને એકઠા કરીને તેમના સામાજિક-આર્થિક વર્ગનો અંદાજો લગાવી શકે છે. આ પ્રાઈવેટ આંકડામાં શિક્ષા, મકાનની માલિકી અને ઈન્ટરનેટનો ઉપયોગ પણ શામેલ છે.
એક વેબસાઈટની ખબર મુજબ આ ટેકનોલોજી તમારા સ્ટેટસને ત્રણ અલગ-અલગ ભાગોમાં વિભાજિત કરી શકે છે. આ ભાગમાં- શ્રમિક વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ.
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ ફેસબુક સતત પોતાના યૂઝર્સને કંઈક નવું ઉપલબ્ધ કરાવવા માટે કામ કરતી રહે છે. આ જ ક્રમમાં હવે ફેસબુકે એક નવી પેટન્ટ ફાઈલ કરી છે. અહેવાલ અનુસાર ફેસબુકે એક ટેક્નોલોજી માટે પેટન્ટ એપ્લિકેશન ફાઈલ કરી છે જે ખુદ જ યૂઝર્સના સામાજિક-આર્થિક સ્ટેટસની ઓળખ કરશે.