ફેસબુકે સ્લો ઇન્ટરનેટ અને જૂના મોબાઈલ ફોન્સ માટે લોન્ચ કર્યું Messenger Lite
સોશિયલ નેટવર્કિંગ ફેસબુકે એન્ડ્રોઈડ માટે ફેસબુક મેસેન્જરની લાઈટ વર્ઝન એપ લોન્ચ કરી છે. આ એપને જૂના સ્માર્ટપોન, સ્લો ઇન્ટરનેટ અને ઓછા પાવરફુલ મોબાઈલ ફોન્સમાં ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી છે. તમને યાદ હશે કે ફેસબુકે પહેલા ભારત માટે ફેસબુક લાઈટ વર્જન ફેસબુક એપલોન્ચ કરી હતી જેને સ્લો ઇન્ટરનેટમાં પણ ઉપયોગ કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં મેસેન્જર લાઈટ વર્ઝનની એપ કેન્યા, શ્રીલંકા, ટ્યૂનિશિયા અને વેનેઝુએલા માટે લોન્ચ કરવામાં આવી છે. જોકે હાલમાં ડાઉનલોડ માટે તે ઉપલબ્ધ નથી.
ફેસબુક લાઈટની જેમ જ કંપનીએ તેને એવા દેશમાં લોન્ચ કરી રહી છે જ્યાં મોબાઈલ અને ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ એપ વધુમાં વધુ મોબાઈલ માટે ઉપલબ્ધ હશે અને ડેટાનો ખર્ચ ખૂબ જ ઓછો થશે. હાલમાં એ સ્પષ્ટ નથી કે લાઈટ વર્ઝનમાં શું નહીં હોય.
મેસેન્જર લાઈટ એપ 10MBથી ઓછી હશે અને કંપની અનુસાર આ ડિવાઈસમાં ઝડપથી ઇન્સ્ટોલ થઈ જશે અને ક્વિક સ્ટાર્ટ પણ હશે. તેમાં મેસેન્જિંગના મુખ્ય ફીચર હશે જેમાં મેસેજ અને તસવીર મોકલવાથી લઈને તસવીર અને લિંક રીસિવ કરવાની સુવિધા હશે. આ પણ મેસેન્જરના લોગો સાથે આવશે પરંતુ લોગોનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ હશે જેવું ફેસબુક લાઈટની સાથે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -