ફેસબુક પર આગની જેમ ફેલાઇ રહ્યો છે આ 'વીડિયો વાયરસ', ક્લિક કરતા જ થઇ જશે ફેસબુક હેક
નવી દિલ્લીઃ હાલમાં ફેસબુક પર એક વિચિત્ર વાયરસે હાહાકાર મચાવ્યો છે. અનેક યુઝર્સે ફેસબુક વાયરસ વીડિયો અંગે ફરિયાદ કરી રહ્યા છે. આ વાયરસ વીડિયો એક પ્રકારનો સ્પૂફ છે જે તમારા ફેસબુક પ્રોફાઇલ પર ત્રાટકે છે. આ વાયરસ હેકર્સ દ્ધારા પેદા કરવામાં આવેલો હોઇ શકે છે.
આ પ્રકારના વાયરસથી બચવાની એક જ રીત છે જે પ્રમાણે તે પ્રકારના વીડિયો વાયરસ પણ ક્લિક ના કરવી. તમારા મિત્રોને પણ આ અંગેની માહિતી આપો.
આ વીડિયો પર ક્લિક કરતા અગાઉ ચેતી જજો કારણ કે તેમ કરવાથી આ વાયરસને ફેસબુક હેક કરી શકે છે. બાદમાં આ પ્રકારની લિંક તમારા મિત્રોને મોકલી દે છે. એટલું જ નહીં તમારી પ્રાઇવેટ માહિતી પણ કોઇની પણ સાથે શેર થઇ જાય છે.
આ વીડિયો એક પ્રકારનો ફિચર્ડ વીડિયો છે જે તમને ચેટ મારફતે મળે છે. આ તમારા કોઇ મિત્રએ બનાવીને તમને મોકલ્યો હશે તેવું વિચારી તમે ખુશ થઇ જાવ છો પણ વાસ્તવમાં તે એક પ્રકારનો વીડિયો વાયરસ છે. હેકર્સ આ વીડિયોના આઇકનમાં તમારા મિત્રની તસવીરનો ઉપયોગ કરે છે જેથી તમને તેમાં વિશ્વાસ આવે છે.