Facebook Messengerમાં મળશે WhatsApp જેવું આ ફીચર, આ રીતે કરશે કામ
વોંગે જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં મોકલાવેલ મેસેજને ડિલીટ કરવા માટે અનસેન્ડનું બટણ આપવામાં આવ્યું છે. આ સિવાય તમે મેસેજને ડિલીટ કરવા માંગો છો તો તે મેસેજે થોડોક સમય સુધી દબાવી રાખવાથી પણ તમે મેસેજને ડિલીટ કરી શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેકનોલાજી સાથે જોડાયેલ ખબરો પર નજર રાખનાર જેન મંચૂન વોંગે આ વર્ષે એપ્રિલમાં જ ટ્વિટ કરીને Facebook Messengerમાં આવનાર નવા ફીચરની જાણકારી આપી હતી. આ ફીચર ફોટો શેરિંગ એપ ઇંસ્ટાગ્રામ ઉપર પહેલાથી જ છે. જેનાથી કોઈપણ યૂઝર્સ મોકલાવેલ મેસેજ ફોટો, વીડિયો ડિલીટ કરી શકે છે.
નવી દિલ્હીઃ ફેસબુક મેસેન્જરમાં ટૂંક સમયમાં જ એક નવું ફીચર આવી શકે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેસબુક તમામ યૂઝર્સ માટે અનસેન્ડ ફીચર લાવવાની વાત કરી હતી. પરંતુ તેને ક્યારે લાવવામાં આવશે તે કહ્યું ન હતું. અનસેન્ડ ફીચર એટલે કે મેસેજ મોકલીને પરત લેવાનું ફીચર. વોટ્સએપમાં આ પ્રકારનું ફીચર ડિલીટ ફોર એવરીવન છે.
Facebook Messengerમાં આવનાર આ નવા ફીચરનો ફાયદો એ થશે કે તમે કોઈને ખોટો મેસેજ મોકલી દેશો તો તેને ડિલીટ કરી શકશો. Facebook Messengerમાં આ ફીચરનો એક સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે મોકલાવેલ મેસેજને કેવી રીતે ડિલીટ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -