એક થઈ જશે Facebook Messenger, WhatsApp અને Instagram, મળશે આ સુવિધા
નવી દિલ્હીઃ ફેસબુક ટૂંકમા જ મેસેન્જર, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પ્લેટફોર્મને એક જ જગ્યાએ લાવી શકે છે. શુક્રવારે ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર માર્ક ઝકરબર્ગ આ ત્રણેય પ્લેટફોર્મને એક બીજા સાથે જોડવાની યોજના બનાવી રહ્યા છે. જોકે આમ કરવું મુશ્કેલ છે, કારણ કે ત્રણેય એપ અલગ અલગ પ્લેટફોર્મ પર છે. જો આવું થાય તો એક એપનો યૂઝર્સ પોતાના મિત્રને અન્ય એપ પર પણ મેસેજ મોકલી શકે છે. અહેવાલમાં ચાર લોકોને ટાંકીને આ વાત કહેવામાં આવી છે જે આ કાર્ય સાથે જોડાયેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે ફેસબુકની આ યોજના હાલમાં પ્રાથમીક તબક્કામાં છે. કંપનીએ આ કામ માટે વર્ષ 2020 સુધીનો ટાર્ગેટ રાખ્યો છે. ઝકરબર્ગે દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આ ત્રણેય એપ્સને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ટેકનોલોજી અનુસાર જોડવામાં આવે. આ ટેકનિકથી મેસેન્જરમાં બે લોકો વચ્ચે વાતચીતને કોઇ અન્ય યૂઝર દ્વારા નજર રાખતા અટકાવી શકે છે.
યૂઝર્સને સૌથી સારો મેસેજિંગ અનુભવ મળી રહે તેના પર કંપની કામ કરી રહી છે. આ વિશે ફેસબુકે જણાવ્યું હતું કે લોકો ઇચ્છે છે કે મેસેજિંગ ઝડપી, સરળ, વિશ્વનિય અને અંગત બની રહે. પોતાના મેસેજિંગ ઉત્પાદનોને એન્ડ-ટૂ-એન્ડ ટેકનોલોજી પર કામ કરી રહી છે અને નેટવર્ક પર મિત્રો અને પરિવારો સુધી પહોંચવાની રીતને સરળ બનાવવા પર વિચાર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -