ફેસબુક હટાવ્યું પોતાનું આ ખાસ ફીચર, જાણો તમને હવે શું મુશ્કેલી પડશે
જો કે ફેસબુકે હજુ સુધી આધિકારિકપણે ‘ટીકર’ને હટાવવાની જાહેરાત કરી નથી. પરંતુ જો ખરેખર આ ફીચર હંમેશા માટે હટાવી લેવાયું હેશે તો બીજાની એક્ટિવિટીઝ પર નજર રાખવું વધારે મુશ્કેલ બની જશે.
તમને જણાવી દઈએ કે ફીચર પહેલા લોકોને પસંદ નહોતું, કારણ કે ઘણા લોકો નહોતા ઈચ્છતા કે તેઓ શું લાઈક કરી રહ્યા છે , કોને ફ્રેંડ બનાવી રહ્યા છે કે કોની પોસ્ટ પર કૉમેંટ કરી રહ્યા છે એ કોઈને ખબર પડે. પાછલા કેટલાંક વર્ષોમાં ફેસબુકને સતત ફીડબેક મળી રહ્યા હતા કે ‘ટીકર’ એપ પ્રાઈવસીનો ઉલ્લંઘન કરે છે.
ફેસબુકની હેલ્પ ટીમના એક વેરિફાઈડ મેંબરે જણાવ્યું કે આ ફીચર હાલ ઉપલબ્ધ નથી, જો કે તેમણે આવું થવા પાછળનું કારણ જણાવ્યું નહોતું. આ પરિસ્થિતિમાં બની શકે છે કે આ ફીચર હટાવીને કંપની કયું નવું ફીચર લાવવાની તૈયારી કરી રહી છે.
વેબસાઈટની જમણી તરફ દેખાતું ‘ટીકર’ ફીચર તમને જણાવતું હતું કે તમારા મિત્રો ફેસબુક પર શું કહી રહ્યા છે? તમારા ફ્રેંડ્સ કોની પોસ્ટ્સ લાઈક કરી રહ્યા છે, કોની પોસ્ટ પર કૉમેંટ કરી રહ્યા છે, આ તમામ તમે ટિકરની મદદથી જાણી શકતા હતા.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે હાલમાં જ પોતાનું એક ખાસ ફીચર ’ટીકર’ હટાવી દીધું છે. 2011માં લોન્ચ થયેલ આ ફીચર ફેસબુક પર તમારા મિત્રોની એક્ટિવિટીઝને ટ્રેક કરતું હતું.