✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં ઇન્ટરનેટ સ્પીડ પાકિસ્તાન-શ્રીલંકા કરતા પણ ઓછી છે, જાણો કેટલી છે સરેરાશ સ્પીડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2017 07:33 AM (IST)
1

ભારતની સામે ચીન (31માં સ્થાને) અમેરિકા (44માં સ્થાને) પાકિસ્તાન (89માં સ્થાને) નેપાળ (99માં સ્થાને) અને શ્રીલંકા (107માં સ્થાને) છે.

2

ટોપ-10 દેશઃ નોર્વે, નેધરલેન્ડ, આઈસલેન્ડ, સિંગાપોર, માલ્ટા, ઓસ્ટ્રેલિયા, હંગરી, સાઉથ કોરિયા, UAE, ડેનમાર્ક

3

નવેમ્બરમાં દુનિયામાં સૌથી વધારે મોબાઈલ સ્પીડ નોર્વેમાં નોંધાઈ છે. અહીં સ્પીડ 62.66mbps છે. ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં સિંગાપોર 153.85mbpsની સ્પીડ સાથે સૌથી આગળ રહ્યું. Ooklaના સહ-સ્થાપક ડોગ સટેલ્સ કહે છે કે, ભારતમાં મોબાઈલ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ બન્નેની સ્પીડમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. ભારતીયો માટે આ સારી ખબર છે.

4

આ રિપોર્ટ અનુસાર, 2017ની શરુઆતમાં ભારતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 7.65mbps હતી, પરંતુ વર્ષના અંત સુધીમાં તે વધીને 8.80 થઈ ગઈ હતી, જે 15 ટકા વધારો છે. મોબાઈલની સ્પીડમાં સામાન્ય વધારો થયો છે, પરંતુ ફિક્સ્ડ બ્રોડબેન્ડની સ્પીડમાં ઘણો વધારો થયો છે. જાન્યુઆરીમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડની એવરેજ સ્પીડ 12.12Mbps હતી, જ્યારે નવેમ્બરમાં તે વધીને 18.82 mbps થઈ ગઈ.

5

નવી દિલ્હીઃ મોબાઈલ ઇન્ટનરેટ સ્પીડના મામલે વિશ્વમાં ભારતનું સ્થાન 109મું છે અને ફિક્સ બ્રોડબેન્ડના મામલે 76માં ક્રમ પર છે. તેમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. ઉકલાના નવેમ્બર સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સમાં દેશમાં સરેરાશ સ્પીડ 8.8 Mbps અને બ્રોડબેન્ડ સ્પીડ 18.82 Mbps રહી છે. સ્પીડ ટેસ્ટિંગ એજન્સી ઉકલાના જનરલ મેનેજરે જણાવ્યું, ભારતમાં મોબાઈલ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ બન્નેની સ્પીડ ઝડપથી વધી રહી છે. આ ભારતીય કન્ઝ્યૂમર્સ માટે સારા સમાચાર છે.

  • હોમ
  • ગેજેટ
  • ભારતમાં ઇન્ટરનેટ સ્પીડ પાકિસ્તાન-શ્રીલંકા કરતા પણ ઓછી છે, જાણો કેટલી છે સરેરાશ સ્પીડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.