એક વર્ષ માટે ફેસબુક છોડવા માટે 70,000 રૂપિયાની જરૂર પડશે, જાણો કેમ
મિડવેસ્ટન કોલેજમાં 122 વિદ્યાર્થીઓની વચ્ચે ફેસબુક છોડવા માટે કરવામાં આવેલ હરાજીમાં એક દિવસના સરેરાશ 4.17 ડોલર, એક સપ્તાહ માટે સરેરાશ 37 ડોલરની બોલી લાગી હતી, જ્યારે એક વર્ષ માટે સરેરાશ 1511થી 1908 ડોલરની બોલી લાગી હતી. જ્યારે મિડવેસ્ટન શહેરમાં 133 વિદ્યાર્થી અને 138 વયસ્કોની વચ્ચે મગાવવામાં આવેલ બોલીમાં વિદ્યાર્થીઓા ગ્રૂપે વાર્ષિક સરેરાશ 2076 ડોલર અને વયસ્કોના ગ્રુપે સરેરાશ 1139 ડોલર રહ્યું. આ રીતે સંયુક્ત સરેરાસ અંદાજે 1000 ડોલર વાર્ષિક રહ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંશોધનના મુખ્ય લેખક ઓહિયો સ્થિત કેનયન કોલેજના અર્થશાસ્ત્રના પ્રોફેસર જે કોરિગને જણાવ્યું કે, લોકો ફેસબુક પર રોજ લાખો કલાક ખર્ચ કરે છે. અમે અત્યારના ડોલરમાં તેનું મૂલ્ય જાણવા માગીએ છીએ. ફેસબુકના વિશ્વભરમાં 2.2 અબજથી વધારે યૂઝર્સ છે.
ન્યૂયોર્કઃ જો ફેસબુક છોડવાની વાત આવે તો યૂઝર્સને પોતાનું એકાઉન્ટ એક વર્ષ માટે ડિએક્ટિવેટ કરવા માટે સરેરાશ 1000 ડોલર (70,000 કરોડ રૂપિયા)ની જરૂરત પડશે. આ વાત સંશોધનકર્તાઓએ કહી છે, જેમણે આ આંકડો મેળવવા માટે વાસ્તવિક હરાજી કરી હતી. સંશોધનકર્તાઓએ ફેસબુક પર લોકો દ્વારા વિતાવવામાં આવેલ સમયનું મૂલ્ય જાણવા માટે આ પ્રશ્નને બીજી રીતે પૂછ્યો કે જો યૂઝર્સને ફેસબુક છોડવા માટે રૂપિયા ચૂકવવામાં આવે તો એક દિવસ, એક સપ્તાહ, એક મહિનો કે એક વર્ષ માટે છોડવા માટે કેટલી રકમ લેશે તેના માટે બોલી લગાવી હતી.
હરાજીની એક શ્રેણીમાં લોકોને પોતાના ખાતાને એક દિવસથી લઈને એક વર્ષ સુધીના ગાળા માટે બંધ કરવા માટે ખરેખર પેમેન્ટ કરવામાં આવ્યું. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, ફેસબુક યૂઝર્સને પોતાના એકાઉન્ટને એક વર્ષ માટે ડીએક્ટિવેટ કરવા પર સરેરાશ 1000 ડોલર એટલે કે 70,000 રૂપિયાની જરૂરત રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -