આગામી 48 કલાકમાં વિશ્વભરમાં ઇન્ટરનેટ શટડાઉન થઈ જશે! યૂઝર્સ થશે પ્રભાવિત
નવી દિલ્હીઃ આગામી 48 કલાકની અંદર ઇન્ટરનેટ યૂઝ કરવામાં યૂઝર્સને પરેશાની થઈ શકે છે. Russia Todayના અહેવાલ અનુસાર ઇન્ટરનેટ યૂઝર્સને Connection Failureની એરર મળી શકે છે. કારણ કે, થોડા સમય સુધી મેન ડોમેન અને તેની સાથે જોડાયેલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડાઉન રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘જો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ આ ફેરફાર માટે તૈયાર નથી તો કેટલાક યૂઝર્સ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. જોકે તેના પ્રભાવથી બચવા માટે તમે સિસ્ટમ સિક્યોરિટી એક્સટેન્શન એનેબલ કરી શકો છો. આગામી 48 કલાકમાં ઇન્ટરનેટ યૂઝર્સનું વેબ પેજ ઓપન કરીને અને ટ્રાન્ઝેક્શન કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે. જૂના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના યૂઝર્સને ગ્લોબલ નેટવર્ક એક્સેસ કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઈન્ડ નેમ્સ એન્ડ નંબર્સ (ICANN) આ દરમિયાન ક્રિપ્ટોગ્રાફિક કીમાં ફેરફાર કરીને મેન્ટેનન્સનું કામ કરશે જેનાથી યૂઝર્સ પ્રભાવિત થઈ શકે છે. ક્રિપ્ટોગ્રાફિક કીમાં ફેરફાર ઇન્ટરનેટ એડ્રેસ બુક, નેમ સિસ્ટમ (DNS)ને સિક્યોર કરવા માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ICANN અનુસાર વધતા સાઈબર અટેક્સને કારણે એવું કરવું જરૂરી થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -