ગૂગલે ભારતમાં લોન્ચ કર્યું હોમ સ્પીકર, જાણો ફીચર્સ અને કિંમત
આ ઓફર રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ડીએક્સ મિની, જિયો સ્ટોરથી ગૂગલ હોમ કે ક્રોમકાસ્ટ ડિવાઇસની ખરીદી પર જ ઉપલબ્ધ બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન રિલાયન્સ જિઓએ કહ્યું છે કે તે ગૂગલ જિઓ ઓફર અંતર્ગત ગ્રાહકોને 999 રૂપિયા મૂલ્યનું જિયોફોઈ ડિવાઇશ નિઃશુલ્ક આપશે. ઉપરાંત 1500 રૂપિયાની કિંમતનો 100 જીબી વધારાનો 4જી ડેટા પણ આપશે. આ માટે ગ્રાહકે પ્રથમ રિચાર્જ 149 રૂપિયાનું કરાવવાનું રહેશ અને 99 રૂપિયામાં જિયોની ફ્રી પ્રાઇમ મેમ્બરશિપ પણ લેવી પડશે.
ગૂગલ હોમમાં 802.11b/g/n/ac (2.4GHz/5Ghz) Wi-Fi dual-band કનેક્ટિવિટી છે, જે બંને ANDROID AUR iOS સપોર્ટની સાથે આવે છે. હોમ સ્પીકરમાં એક 2 ઈંચ ડ્રાઇવર અને ડ્યૂલ 2 ઈંચ પેસિવ રેડિએટર્સ છે. જે અનેક પ્રકારના ઓડિયો ફોર્મેટને સપોર્ટ કરે છે.
ગૂગલ અસિસ્ટેન્ટને ચલાવનારા હોમ તથા હોમ મિની ભારતમાં 9,999 રૂપિયા તથા 4,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે. ગૂગલે આ માટે ફ્લિપકાર્ટ સાથે હાથ મિલાવ્યા છે. તે રિલાયન્સ ડિજિટલ, ક્રોમા સહિત અનેક સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ હશે.
નવી દિલ્હીઃ ગૂગલે મંગળવારે ભારતમાં હોમ સ્પીકર લોન્ચ કર્યું છે. કંપનીએ બે પ્રકારના સ્પીકર્સ લોન્ચ કર્યા છે. જેમાંથી એક હોમ સ્પીકર છે તો બીજું મિની સ્પીકર છે. બંને સ્પીકર્સમાં એમઆઈની સુવિધા આપવામાં આવી છે. જેનાથી તમે ડેઈલી ન્યૂઝથી લઈ ઈ-મેલ સુધીની માહિતી મેળવી શકો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -