✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતીય યૂઝર્સ માટે ગૂગલે લોન્ચ કરી યૂ-ટ્યૂબ ગો એપ, 2જી પર પણ બફરિંગ વગર વીડિયો જોઈ શકાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2016 08:22 AM (IST)
1

આ ફીચર્સ પણ ગૂગલે કર્યા લોન્ચઃ ગૂગલે કેટલીક અન્ય પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે, જે ઓછી ઇન્ટરનેટ સ્પીડ પર સરળતાથી કામ કરશે. તેમાં નવા વાઈફાઈ પ્લેટફોર્મ છે જેને ગૂગલ સ્ટેશન કહે છે. ક્રોમ વેબ બ્રાઉઝર માટે ઓફલાઈન ફીચર. ટૂ જી નેટવર્ક પર ગૂગલ પ્લે. ગૂગલે ટૂ જી નેટવર્ક પર ક્રોમ વેબ બ્રાઉઝરમાં વેબ પેજેના ઓટોમેટિક ઓપ્ટિમાઈઝિંગ ફીચર્સ આપવામાં આવ્યું છે. તેનાથી પેજ લોડ થવાની સ્પીડ બે ગણી થઈ જશે. જેના કારણે 90 ટકા ડેટાની બચત થશે.

2

શું નવું છે એપમાં- મુખ્ય સ્ક્રીન પર પોપ્યુલર કન્ટેન્ટ અને સર્ચ ઓપ્શનમાં મનપસંદ વીડિયો જોઈ શકાશે. ડાઉનલોડિંગ ખૂબ જ કમ્પ્રેસ હશે. તેમાં ઓછા ડેટામાં વધારે વીડિયો જોઈ શકાશે. વીડિયોને ડાઉનલોડ કરતા પહેલા પ્રીવ્યૂપણ જોઈ શકાશે. એપમાં વાઈફાઈ ડાયરેક્ટની સુવિધા પણ છે. તેના દ્વારા ડાઉનલોડ વીડિયોને શેર પણ કરી શકાશે.

3

ગૂગલે દિલ્હીમાં હેશટેગ ગૂગલ ફોર ઇન્ડિયામાં યૂ ટ્યૂબ ગોની જાહેરાત કરી. યૂ ટ્યૂબની પ્રોડક્ટ મેનેજમેન્ટ વાઈસ પ્રેસિડન્ટ જોહાના રાઈટે કહ્યું કે, યૂ ટ્યૂબ ગો એક નવી એપ છે, જેનાથી નવી જનરેશનના યૂઝર્સ વીડિયો શેર અને એન્જોય કરી શકે છે. ગૂગલનું ભારતમાં એક્સેસ, પ્રોડક્ટ્સ અને પ્લેટફોર્મ પર ખાસ ફોકસ છે. ગૂગલનું કહેવું છે કે, 2જી ઇન્ટરનેટ કનેક્શન પર પણ આ એપમાં બફરિંગ વગર વીડિયો જોઈ શકાશે. ભારતમા યૂઝર્સ હાલમાં આ એપમાં સાઈનઅપ કરી શકે છે. સત્તાવાર રીદે ક્યારે લોન્ચ થશે તેની જાણકારી આપવામાં આવી નથી.

4

નવી દિલ્હીઃ ગૂગલે ભારતીય યૂઝર્સ માટે એક ખાસ એપ્લિકેશન રજૂ કરી છે. તેનું નામ યૂટ્યૂબ ગો છે. આ એપની વિશેષતા એછે કે સ્લો ઇન્ટરનેટ સ્પીડમાં પણ યૂ-ટ્યૂબ વીડિયો ડાઉનલોડ કરવા, ઓફલાઈન વીડિયો જોવા ઉપરાંત ઓછો ડેટા ખર્ચ થશે. એપ ખાસ કરીને એવા વિસ્તાર માટે છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખૂબ જ નબળી છે.

  • હોમ
  • ગેજેટ
  • ભારતીય યૂઝર્સ માટે ગૂગલે લોન્ચ કરી યૂ-ટ્યૂબ ગો એપ, 2જી પર પણ બફરિંગ વગર વીડિયો જોઈ શકાશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.