✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Googleએ લોન્ચ કર્યા Pixel 2 અને Pixel 2 XL સ્માર્ટફોન્સ, જાણો ખાસિયતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2017 10:02 AM (IST)
1

આ પ્રોગ્રામમાં ગૂગલે પિક્સલ C એટલે કે પિક્સલ બુક પણ લોન્ચ કરી છે. તેની કિંમત 1200 અમેરિકન ડોલર એટલે કે 78,000 રુપિયા નક્કી કરવામાં આવી છે. પિક્સલ બુક 10 મિલિમીટર પાતળી છે અને વજન લગભગ 1 કિલો છે. આ હાઈબ્રિડ લેપટોપ 360 ડિગ્રી પર રોટેટ થઈ શકશે. પિક્સલ બુકની સ્ક્રીન QHD રિઝોલ્યુશન સાથે 12.3 ઈંચની છે. ઈન્ટેલકોર i5 અને કોર i7 પ્રોસેસર વાળા આ લેપટોપની રેમ 16GB છે, જેની ઈનબિલ્ટ સ્ટોરેજ 512 GB છે.

2

આ ફોનમાં 6 ઈંચ QHD+ (2880X1440)નું ડિસ્પ્લે છે, તેમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 કોટિંગ છે. આ ડિવાઈસની બેટરી 3520 mAhની છે, જેને માત્ર 15 મિનિટ સુધી ચાર્જ કરીને 7 કલાક સુધી ચલાવી શકાય છે. આ સ્માર્ટફોન બે કલરમાં ઉપ્લબ્ધ છે- જસ્ટ બ્લેક અને બ્લેક એન્ડ વ્હાઈટ.

3

પિક્સલ 2નો રિયર કેમેરા 12.2 મેગા પિક્સલનો છે, જ્યારે ફ્રંટ કેમેરા 8 મેગા પિક્સલ છે. આ કેમેરા 30 ફ્રેમ પ્રતિ સેકન્ડની સ્પીડ સાથે 4000ના રિઝોલ્યુશન સાથે વીડિયો રેકોર્ડ કરી શકશે. ફોનની બેટરી 2700mAh છે. કંપનીનો દાવો છે કે માત્ર 15 મિનિટ ચાર્જિંગ કરવાથી આ ફોન 7 કલાક સુધી ચાલી શકશે. LG દ્વારા તૈયાર કરવામાં ગૂગલ પિક્સલ 2 XLના સ્પેસિફિકેશન્સ પણ પિક્સલ 2 જેવા જ છે. પરંતુ અમુક ફીચર્સ થોડા અલગ છે.

4

HTC દ્વારા તૈયાર ગૂગલ પિક્સલ 2માં 5 ઈંચનું ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આનું પ્રોસેસર ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 835 હશે, પિક્સલ 2 4GB LPDDR4Xને સપોર્ટ કરે છે. કંપનીએ આ ફોનને 64GB અને 128GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે.

5

ડિઝાઈન બાબતે આ બન્ને ફોન ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલા પિક્સલ સ્માર્ટફોન્સની જેમ જ છે. બન્ને ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલશે, આ સિવાય 3.5mm હેડફોન જેક સપોર્ટ કરશે. આ ફોન IP67 રેટેડ છે, જેનાથી ધૂળ અને પાણીની તેના પર વધારે અસર નહીં થાય. પિક્સલ 2 ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે, બ્લૂ, ડસ્ટ બ્લેક અને ક્લિયર વ્હાઈટ. હોમ સ્ક્રીન પર બોટમ પર સર્ચ બાર આપવામાં આવ્યું છે.

6

કંપનીએ આ સિવાય પિક્સલ બુક પણ લોન્ચ કરી છે. પિક્સલ 2(64GB)ની કિંમત 649 અમેરિકન ડોલર રાખવામાં આવી છે, જે ભારતના લગભગ 42,200 રૂપિયા જેટલી થવા જાય છે. આ સિવાય પિક્સલ 2 XL(64GB)ની કિમત 55,200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પિક્સલ બુક હાઈબ્રિડ લેપટોપની કિંમત 78,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

7

નવી દિલ્હીઃ ગૂગલે 4 ઓક્ટોબરે સેકન્ડ જનરેશન પિક્સલ સ્માર્ટપોન્સ Pixel 2 અને Pixel 2 XL લોન્ચ કર્યા છે. Pixel 2 પોતાના વિતેલા મોડલ જેવો જ જોવા મળે છે જ્યારે Pixel 2 XLમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તેની ડિસ્પ્લે 5.5 ઇંચથી વધારીને 6 ઇંચ કરવામાં આવી છે. તેને આપણેપરફેક્ટ એજ-ટૂ-એજ લુક ફોન તો ન કહી શકાય, પરંતુ ટોપ અને બોટમમાં બેજલને ટ્રિમ કરવામાં આવ્યું છે.

  • હોમ
  • ગેજેટ
  • Googleએ લોન્ચ કર્યા Pixel 2 અને Pixel 2 XL સ્માર્ટફોન્સ, જાણો ખાસિયતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.