ગૂગલની Reply એપ બદલી નાખશે એન્ડ્રોઈડ યૂઝર્સના મેસેજિંગ એક્સપીરિયન્સ, જાણો વિગત
રિપોર્ટ અનુસાર ઓટો રિપ્લાયમાં બોટનું આઈકોન રહેશે જેથી મોકલેલ મેસેજ ઓટો રિપ્લાઈ છે તેની ખબર સામેવાળાને ખબર પડશે.
નવી દિલ્લી: ગૂગલ એક નવી એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે જેનું નામ Reply રાખવામાં આવ્યું છે. જો કે હજુ તેને લોન્ચ કરવામાં આવી નથી. Reply એપ દ્વારા વ્હોટ્સએપ, ટ્વીટર ડાયરેક્ટ મેસેજ, ફેસબુક, મેસેન્જર અને બીજા ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપના મેસેજોની રિપ્લાય કરી શકાશે. જો કે હજુ આ એપને ઓફિસિયલી લોન્ચ કરવામાં આવી નથી.
આ એપમાં ઓન ટ્રેન, વોકિંગ અને ડ્યૂરિંગ મીડિંગ જેવા ઓપ્શન્સ પણ આપવામાં આવ્યા છે. જેથી તમે જ્યારે વ્યસ્ત હોય ત્યારે સેંડરને ઓટો રિપ્લાય મોકલી શકો છો. એટલું જ નહીં આ એપ આ પણ ડિટેક્ટ કરી લેશે કે તમે ડ્રાઈવ કરી રહ્યાં છો તો આવી સ્થિતિમાં આ તમારા ડિવાઈસને ડૂ નોટ ડિસ્ટર્બમાં રાખી ઓટોમેટિક રિપ્લાય સેંડરને મોકલી દેશે.
ગૂગલ Reply એપ અન્ય મેસેન્જર કરતા અલગ છે. અહીં તમને પ્રેડિક્ટિવ રિપ્લાય મળે છે. કોઈના મેસેજનો શું રિપ્લાય આપવો તેનું સજેસન આપશે. રિપ્લાય એપ પર પ્રેડિક્શન અને સજેસન તમને તમારી લોકેશન અને અગાઉ કરેલી વાતચીતના આધાર પર મળશે. તેના માટે તમને આ એપ માટે પોતાની લોકેશન અને બીજી પરમિશન પણ આપવી પડશે.
આ એપને સેટઅપ કરવા માટે તમને નોટિફિકેશનની પણ પરમિશન આપવી પડશે. જેમ કે જો કોઈ તમને લોકેશન પૂછે અને ત્યાંથી આવતા કેટલો સમય લાગશે એવું પૂછે તો આ એપ તમને લોકેશન પરથી ડેસ્ટિનેશન સુધીનો ટાઈમ જણાવી દેશે. તે સિવાય જો તમે બાઈક પર ડ્રાયવિંગ કરી રહ્યાં છો અને મેસેજનો રિપ્લાય નથી કરી શકતા તો આ સ્થિતિમાં ઓટો રિપ્લાઈ રહેશે. તેના માટે પણ તમારે ઓપ્શન ઓન કરવું પડશે.