તમારો Jio ફોન બુક થયો છે કે નહીં જાણો આ રીતે, 2 મિનિટની પ્રોસેસ
નવી દિલ્હીઃ રિલાયન્સના જિઓફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. રિલાયન્સના આ 4જી ફોનનું બુકિંગ રિલાયન્સ ડિજિટલ સ્ટોર અને કંપનીના અન્ય સ્ટોર્સ પર પણ કરાવી શકાય છે. ઉપરાંત કંપનીની વેબસાઇટ અને MyJio એપથી તેનું બુકિંગ કરાવી શકાય છે.
પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને આ ફોનની ડિલિવરી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ જશે. કંપનીએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે આ ફોનની ડિલિવરી વહેલા તે પહેલા ધોરણે કરવામાં આવશે. આગળ વાંચો સ્ટેટસ જાણવાની રીતો...
માય જિઓમાં જાઓ અને ઉપર દેખાઇ રહેલી ત્રણ લાઇન પર ટેપ કરો. અહીં My Vouchers પર ટેપ કરી ફોનનું સ્ટેટસ જાણી શકો છો.
તમે 18008908900 પર કૉલ કરી તમારા ફોનનું સ્ટેટસ જાણી શકો છો. આ માટે તમારે ઓર્ડરના સમયે જે મોબાઇલ નંબર રજિસ્ટર કર્યો હતો તે બતાવવો પડશે.
હવે બુકિંગની ઓનલાઇન પ્રૉસેસ પુરી થઇ ચૂકી છે, આવામાં તે યૂઝર્સ જે ફોનને ઓનલાઇન ખરીદવા માગે છે તેને રજિસ્ટ્રેશન પ્રૉસેસને ફોલો કરવી પડશે. ત્યારબાદ સેકન્ડ પ્રી-બુકિંગનું એલર્ટ મળી જશે.