એપલ 12 સપ્ટેમ્બરે iPhone 8ની સાથે લોન્ચ કરી શકે છે આ સ્માર્ટફોન, આ હશે કિંમત
ટેક એનાલિસ્ટ રિવૉલ્યૂશનરી અનુસાર, ફોનમાં ત્રણ મૉડ્યૂલ હશે, એક ફ્રન્ટ કેમેરા મૉડ્યૂલ, ઇન્ફ્રારેડ ટ્રાન્સમિશન મૉડ્યૂલ અને ઇન્ફ્રારેડ સિસીવિંગ મૉડ્યૂલ - જે iPhone 8ને 3D મૉડલિંગ પરફોર્મ કરવા અને ફંક્શન રેસિંગમાં મદદ કરશે.
એક અન્ય રિપોર્ટમાં બહાર આવ્યું છે કે iPhone 8 ને ત્રણ સ્ટૉરેજ વેરિએન્ટ સાથે લૉન્ચ કરવામાં આવશે, આ ફોનને 64GB, 256GB અને 512GB વેરિએન્ટમાં લૉન્ચ થઇ શકે છે. ફોનના 64GB અને 256GB વેરિએન્ટ વિશે પહેલાથી લીક્સ હતી જ્યારે આનું 512GB સ્ટૉરેજ વેરિએન્ટ નવું લાગે છે.
તાજેતરમાં આવેલા મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ટેકનોલૉજી એનાલિસ્ટ અનુસાર iPhone 8ની બેઝ કિંમત $1000 (લગભગ 64000 રૂપિયા) સુધી હોઇ શકે છે. કહેવાઇ રહ્યું છે કે આ 22 સપ્ટેમ્બરથી અવેલેબલ થશે.
Mac4Everના રિપોર્ટ પ્રમાણે કેટલાક સોર્સ અનુસાર એપલ iPhone 8ની લૉન્ચ ઇવેન્ટ 12 સપ્ટેમ્બરે થઇ શકે છે. સોર્સીઝને લૉન્ચ ઇવેન્ટની માહિતી પહેલાથી જ છે, કેમકે તેમને આઇફોનના માર્કેટિંગની તૈયારી કરવાની છે. રૂમર્સ છે કે કંપની iPhone 8ની સાથે iPhone 7s અને iPhone 7 Plusને પણ લૉન્ચ કરશે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર ઇન્ટરનેશનલ માર્કેટમાં આઈફોન 8ના સૌથી સસ્તા વેરિઅન્ટની કિંમત 999 ડોલર હશે. ભારતીય રૂપિયા અનુસાર તમારે આઈફોન 8 માટે ઓછામાં ઓછા 64,000 રૂપિયા ખર્ચ કરવા પડશે.
નવી દિલ્હીઃ આઈફોન 8ની રાહ જોનારાઓ માટે ખુશખબર છે. એપલે આવતા મહિને 12 સપ્ટેમ્બરે નવો આઈફોન 8 લોન્ચ કરી શકે છે. તાજેતરના અહેવાલ અનુસાર એપલ આઈફોન 8ની સાથે આઈફોન 7ના બે નવા વેરિઅન્ટ 7એસ અને 7એસ પ્લસ પણ બજારમાં લોન્ચ કરી શકે છે.