આ હાઇટેક ફોનની કિંમતમાં થયો 27 હજારનો ઘટાડો, હવે મળી રહ્યો છે આટલામાં, જાણો વિગતે
આની લૉન્ચિંગ કિંમત પ્રમાણે હવે આમાં 40 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. ગૂગલે હજુ સુધી ભારતમાં કોઇપણ પિક્સલ 2 વેરિએન્ટની કિંમત ઘટાડીની માહિતી આપી નથી. જોકે, હવે 9 ઓક્ટોબરે Pixel 3 લૉન્ચ થશે ત્યારે આની જાહેરાત થઇ શકે છે. Pixel 2 XLની કિંમતો ઘટાડાની માહિતી મુંબઇ બેસ્ડ ઇલેક્ટ્રૉનિક્સ રિટેલર મહેશ ટેલિકૉના હવાલાથી મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં પોતાના હાઇટેક ફોન સાથે ઉતરેલી ગૂગલ હવે પોતાના હેન્ડસેટમાં ઘટાડો કરી રહી છે. ગૂગલે Google Pixel 2 XL જેવા હાઇટેક ફોનની કિમતમાં 27 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. ગૂગલનો આ ગયા વર્ષને બેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન છે.
આ સ્માર્ટફોનના ટૉપ વેરિએન્ટ એટલે 128GB સ્ટૉરેજ મૉડલની કિમત ભારતમાં હાલ 82,000 રૂપિયા છે. જોકે, Pixel 3ના લૉન્ચિંગ બાદ હવે આની કિમત પણ ઘટવાની આશા છે. ગૂગલના દરેક પિક્સલ ફોનના ફિચર્સ હાઇટેક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ગૂગલનો Google Pixel 2 XL સ્માર્ટફોન 73,000 રૂપિયામાં વેચાઇ રહ્યો હતો, જેમાં હવે 27 હજારનો ઘટાડો કરાતા, આ ફોન હવે ભારતીય માર્કેટમાં 45,499 રૂપિયાની કિંમત સાથે અવેલેબેલ છે. આ 64GB વાળા વેરિએન્ટ માટે છે. આ ફોનને ગૂગલે ગયા નવેમ્બરમાં લૉન્ચટ કર્ય આને ગયા વર્ષે નવેમ્બરમાં 73,000 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. એટલે આમાં હવે કુલ 27,501 રૂપિયાની છૂટ મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -