WhatsAppને ટક્કર આપવા નવી સુવિધા શરૂ કરશે Hike, ઇન્ટરનેટ વગર પણ થશે કામ
મિત્તલે જણાવ્યું કે આ વર્ઝન અન્સ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા (યુએસડી)ના અપડેટેડ વર્ઝન પર કામ કરે છે. જેને અમે યુનિવર્સલ ટ્રાન્સફર પ્રોટોકોલ ‘યુટીપી’ નામ આપ્યું છે. યુટીપી હાઇકની પેટન્ટ ટેક્નિક છે. જેથી યુએસએસડી પ્લેટફોર્મ પર સ્માર્ટફોન જેવા ફીચર ઉપયોગ કરી શકાય છે.
વ્હોટ્સએપની હરિફ કંપની હાઇકે પોતાના યુઝર્સની સંખ્યાને 10 કરોડ કરતાં વધુ કરવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. જે લોકો ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરે છે અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં જ નથી તેમના માટે હાઇકે ‘ટોટલ’ સેવાની શરૂઆત કરી છે.
આ ‘ટોટલ’ સેવાની શરૂઆત ઇન્ટેક્સ અને કાર્બનના સસ્તા ફોનથી કરી છે. હાઇક મેસેન્જરના સીઈઓ કેવિન મિત્તલે ‘ટોટલ’ કઇ રીતે કામ કરશે તે વિશે વિસ્તારથી કહ્યું હતું કે,’આ એક ઓપરેટિંગ સિસ્ટમ પર નિર્ભર રહેશે. જે 3જી અને 4જી ડેટા વગર જીએસએમમાં કામ કરશે.’
આ સેવા માટે હાઇકે એરટેલ, વોડાફોન, એરસેલ અને બીએસએનએલ જેવી દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. મિત્તલે કહ્યું છે કે ઇન્ટેક્સ અને કાર્બન ફોનના કેટલાક મોડલ પર ‘ટોટલ’થી સાઇન ઇન કરવા પર હાઇક એકાઉન્ટમાં 200 રૂપિયા પણ મળશે.
નવી દિલ્હીઃ મેસેન્જિંગ એપ હાઈકે બુધવારે ટોટલ નામથી પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેમાં ઇન્ટરનેટ વગર મેચનો સ્કોર જોઈ શકશો અને સમાચાર વાંચી શકશો. એટલું જ નહીં, ફોન રીચાર્જ અને ઇન્ટનરેટ સાથે જોડાયેલ અન્ય સેવાઓનો લાભ પણ તમે ઇન્ટરનેટ વગર લઈ શકશો. હાઈટ ટોટલ હાલમાં કેટલાક ખાસ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં જ કામ કરશે અને તેનો ઉપયોગ કરવામાં માટે ઓછામાં ઓછા 1 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે.