✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

WhatsApp સ્માપ મેસેજ બ્લોક કરવા લાવશે નવું ફીચર, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2018 02:20 PM (IST)
1

જોકે, યુઝર્સને આ માટે મેસેજિંગ એપ્લિકેશનમાં જઇને સ્ટોરી પોસ્ટ કરવા માટે ‘Send’ બટનને દબાવવું પડશે. જો તેને પહેલા ડિલીટ કરવામાં ના આવે તો વ્હોટ્સએપ સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બન્ને 24 કલાક માટે લાઇવ રહે છે. જે યુઝર્સ બન્ને જગ્યાએ સ્ટોરી અપડેટ કરવાનું પસંદ કરે છે તેમના માટે ખૂબ જ સમય બચશે.

2

આ ઉપરાંત જો અન્ય ફીચરની વાત કરવામાં આવે તો જો તમે વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બન્નેનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખાસ ફીચર આવી રહ્યું છે. આ ફીચર ખાસ ઇન્સ્ટાગ્રામ લવર્સને ખૂબ જ પસંદ આવશે. રિપોર્ટ્સ અનુસાર કંપની એક એવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. જેમાં ઇન્સ્ટા યુઝર્સ પોતાની ઇન્સ્ટા સ્ટોરીઝને ડિરેક્ટ વ્હોટ્સએપ સ્ટેટસ તરીકે શૅર કરી શકશે.

3

નવી દિલ્હીઃ ફેસબુક અધિકૃત કંપની વ્હોટ્સએપ યૂઝર્સને સારો અનુભવ આપવા માટે નવા નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. કંપની આવનારા સમયમાં એક નવું ફીચર લાવી રહી છે. વ્હોટ્સએપ પર મોટેભાગે મેસેજ વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક સ્પામ મેસેજ હોય છે તો કેટલાક કોઈ પર્સનલ મેસેજ હોય છે જે અજાણી વ્યક્તિ સુધી પહોંચી જાય છે. વ્હોટ્સએપ આ પરેશાનીને દૂર કરવા માટે કામ કરી રહ્યું છે. વ્હોટ્સએપના નવા ફીચરમાં યૂઝર્સ આવા મેસેજને યોગ્ય રીતે લેબલ કરવા અને સ્પામ મેસેજમાંથી છૂટકારો મેળવવામાં મદદ કરશે.

4

WaBetaInfoના જણાવ્યાનુસાર વ્હોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેથી યુઝર્સ અજાણ્યા સેન્ડરને સ્પામ માર્ક કરી શકશે. આ ફીચર આવતા અપડેટ વર્ઝન 2.17.430માં આવશે. આ સાથે જ યુઝર્સ આવા સેન્ડર્સને રિપોર્ટ અથવા બ્લોક પણ કરી શકશે. મળેલી જાણકારી અનુસાર આ ફીચર iOS અને એન્ડ્રોઇડ બન્ને યુઝર્સ માટે ડેવલપ કરવામાં આવી રહ્યું છે.

5

તાજેતરમાં જ વ્હોટસએપે ભૂલથી બીટા અપડેટમાં એક નવું ફીચર રોલઆઉટ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કંપની ‘રિપ્લાઇ પ્રાઇવેટલી’ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી. આ એક એવું ફીચર છે. જેથી યુઝર્સ કોઇ ગ્રુપ ચેટમાં પ્રાઇવેટ મેસેજ પણ મોકલી શકશે. જોકે, રિપોર્ટ મુજબ ડેવલપર્સે ભૂલથી આ ફીચર અનેબલ કર્યું હતું.

  • હોમ
  • ગેજેટ
  • WhatsApp સ્માપ મેસેજ બ્લોક કરવા લાવશે નવું ફીચર, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.