ભારતમાં લોન્ચ થયો નોકિયાનો આ શાનદાર ફોન, જાણો કિંમત અને ફીચર્સ
નવી દિલ્હીઃ એચએમડી ગ્લોબલે ભારતમાં નોકિયા 8.1 લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 26999 રૂપિયા છે અને તેનું વેચાણ ભારતમાં 21 ડિસેમ્બરથી શરૂ થશે. ભારતમાં બ્લૂ, સિલ્વર અને આયરન, સ્ટીલ કલર વેરિયન્ડમાં આ ફોન મળશે. તેને ઓનલાઈન અને ઓફલાઈન રિટેલર્સ ખરીદી શકે છે. તેનું પ્રી બુકિંગ નોકિયાની વેબસાઈટથી શરૂ થઈ ગયું છે. કંનપીઓ લોન્ચ ઓર અંતર્ગત એરટેલ યૂઝર્નસે 1 ટીબી ડેટા આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત એચડીએફસી બેંક કાર્ડ્સથી ખરીદી કરવા પર કેશબેક મળશે.
ફોનમાં 6.18 ઈંચ Pure ડિસ્પ્લે છે. IPS LED panel છે, જેનું રિઝોલ્યૂશન 2246×1080 પિક્સલ અને એસ્પેક્ટ રેશિયો 18.7:9 છે. સમાર્ટફોનમાં Qualcomm’s Snapdragon 710 SoCની સાથે Adreno 616 GPU આપવામાં આવ્યું છે.
સ્માર્ટફોનમાં ડુઅલ રિયર કેમેરાની સાથે Zeiss optics, 18W ફાસ્ટ ચાર્જિંગ કેપેબિલીટી, સ્નેપડ્રેગન 710SoC, 6.18 ઈંચ પ્યોરવ્યૂ ડિસ્પ્લેની સાથે HDR10 સપોર્ટ છે.
Nokia 8.1નાં કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં 12 મેગાપિક્સલ + 13 મેગાપિક્સલનો ડુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આમાં 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.