Honor 8X ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
ઓનર 8X ની કિંમત, તેની 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા, 6 જીબી રેમ સાથે 64 જીબી સ્ટોરેજની કિંમત 16,999 રૂપિયા અને 6 જીબી રેમ અને 128 GB ની સ્ટોરેજની કિંમત 18,999 રૂપિયા છે. ફોનનું વેચાણ એમેઝોન ઇન્ડિયાથી 24 ઓક્ટોબરના રોજ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓનર 8Xના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 5.5 ઇંચ પૂર્ણ એચડી પ્લસ નોચ ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફોનમાં કિરિન 710 પ્રોસેસર, ગેમિંગ માટે જી.પી.યુ. ટર્બો, 4 જીબી અને 6 જીબી રેમ અને 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ હશે, જે 400 જીબી સુધી વધારી શકાય છે. આ ફોન 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમમાં ઉપલબ્ધ હશે. ફોનની બોડી ગ્લાસની છે. ફોનમાં બે સિમ કાર્ડ્સ અને એક મેમરી કાર્ડનો એકસાથે ઉપયોગ કરી શકાય છે.
ઓનર 8Xના કેમેરાની વાત કરીએ, તો તેમાં 20+2 મેગાપિક્સલ ડ્યુઅલ રીઅર કેમેરા છે, જ્યારે ફ્રન્ટ કેમેરો 16 મેગાપિક્સલનો છે. બંને કેમેરામાં એઆઈ સપોર્ટ હશે. ફોનમાં ફેસ અનલોક સુવિધા પણ હશે. ફોનમાં 3750 એમએએચ બેટરી છે અને કનેક્ટિવિટી ડ્યુઅલ 4 જી વૉઓએલટી, વાઇફાઇ, બ્લૂટૂથ અને 3.5 એમએમ હેડફોન જેક મળશે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
નવી દિલ્હીઃ તહેવારની સીઝન દરમિયાન હુવાવની સબ બ્રાન્ડ હોનરે ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Honor 8X લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીના લોકપ્રિય Honor 7X ફોનનું અપગ્રેડ વર્ઝન છે. Honor 8Xની ખાસ વાત એ છે કે આ ફોનમાં આઈફોન એક્સ જેવી ડિસ્પ્લે નોચ છે. સ્માર્ટફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સવાળા ફીચર્સ ઉપલબ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -