Ideaએ લૉન્ચ કર્યો 56 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન, જાણો ઓફર વિશે
કંપનીનું માનવું છે કે, આ પ્લાનને વધારે કૉલિંગ કરનારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ઉતારવામાં આવ્યો છે, પણ આ પ્લાનમાં કૉલિંગમાં જ દરરોજ અને અઠવાડિયાના હિસાબે મિનીટોની લિમીટ નક્કી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેલિકૉમ સેક્ટર હાલમાં 4G ઇન્ટરનેટ અને અનલિમિટેડ કૉલ્સને લઇને ખુબ ચર્ચામાં રહે છે. આ દોડમાં દરેક કંપની પોતા પોતાના ગ્રાહકોને સસ્તાં અને ફાયદાકારક પ્લાન ઓફર કરી રહી છે. હવે આ લિસ્ટમાં આઇડિયાએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે સૌથી સસ્તો પ્લાન લૉન્ચ કરી દીધો છે.
189 રૂપિયા વાળા સસ્તાં પ્લાનમાં આઇડિયા પોતાના ગ્રાહકોને 2GB 2G/3G/4G ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલ અને પ્રતિદિવસ 100SMS આપશે. સૌથી ખાસ વાત એ છે કે કંપની આ પ્લાનમાં કસ્ટમર્સને 56 દિવસની વેલિડિટી આપી રહી છે.
આઇડિયાએ પોતાના ગ્રાહકો માટે નવો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે, આ પ્લાનની કિંમત 189 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, આ પ્લાન માત્ર લિમિટેડ યૂઝર્સ માટે જ છે. સાથે આ પ્લાન સિલેક્ટેડ સર્કલ માટે જ અવેલેબલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -