5999 રૂપિયામાં લોન્ચ થયો ‘અનબ્રેકેબલ’ સ્માર્ટફોન, જાણો ફીચર્સ
ફોનમાં 4જી વીઓએલટીઈ, 3જી અને 2જી ઉપરાંત વાઈ-ફાઈ 802.11 બી/જી/એન બ્લૂટૂથ, જીપીએસ અને માઈક્રો યૂએસબી પોર્ટ જેવા કનેક્ટિવિટી ફીચર આપવામાં આવ્યા છે. સ્ટારી 10 એન્ડ્રોઈડ 7.0 નૂગા પર ચાલે છે અને વજન 170 ગ્રામ છે. નવા ડિવાઈસમાં સિક્યોરિટી સૂટ છે જેમાં લોસ્ટ ફોન ટ્રેકર, મિસિંગ ફોન સિરે, એન્ટી-વાયરસ, સિમ ચેન્જ નોટિફિકેશન, ટ્રેક ફેમિલી મેમ્બર્સ, એસઓએસ પેનિક બટન અને ડિવાઈસ ફિટનેસ જેવી એપ છે.
ફોટોગ્રાફી માટે ઇન્ટેક્સ સ્ટારી 10માં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે જ્યારે ફ્રન્ટમાં 5 મેગાપિક્સલ સેન્સર આપવામાં આવ્યું છે. બન્ને કેમેરા એલઈડી ફ્લેશની સાથે આવે છે. ઇન્ટેક્સ સ્ટારી 10માં પાવર આપવા માટે 2800 એમએએચની બેટરી છે. બેટરીથી 200 કલાક સુધી ટોક ટાઈમ અને 6-7 કલાક સુધી સ્ટેન્ડ બાયર ટાઈમ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવા ઇન્ટેક્સ સ્માર્ટફોનમાં 1.3 ગીગાહર્ટ્ઝ ક્વાડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્ટારી 10 એન્ડ્રોઈડ 7.0 નૂગા પર ચાલે છે. ફોનમાં 5.2 ઇંચની એચડી આઈપીએસ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 720 x 1280 પિક્સલ છે. ફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.
નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ ઇન્ટેક્સે પોતાના નવો સ્માર્ટફોન સ્ટારી 10 લન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ પ્રતમ અનબ્રેકેબેલ સ્માર્ટપોન છે. 5999 રૂપિયાની કિંમતવાળો આ સ્માર્ટફોન એક્સક્લૂસિવ રીતે સ્નેપડીલ પર ઉપલબ્ધ હશે. સ્માર્ટફોન ત્રણ કલર વેરિયન્ટ ગ્લોસી બ્લેક, શેમ્પેન અને બ્લૂ કલરમાં મળશે. ખાસ વાત એ છે કે કંપની ડિસ્પ્લે પર એક વર્ષની રિપ્લેસમેન્ટ વોરન્ટી આપી રહી છે. જિઓ યૂઝર્સને કંપની જિઓ ફુટબોલ ઓફર અંતર્ગત 2200 રૂપિયાની કેશબેકની ઓફર મળશે. યૂઝર્સને એક્સિસ બેંક, એચએસબીસી અને એચડીએફસી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની સાથે ખરીદી કરવા પર ડિસ્કાઉન્ટ, કેશબેક અને રિવોર્ડ્સ મળશે.