iPhone 9માં 3D સેન્સિંગ સેન્સર સાથે હશે આ ખાસ ફીચર્સ, જાણો વિગતે
જો કે, એ સ્પષ્ટ થયું નથી કે આગામી iPhoneનું શું નામ હશે અને આ વખતે કંપની બે નવા આઈફોન લાવશે કે ત્રણ. પરંતુ એ લગભગ નક્કી છે કે આગામી જનરેશનના iPhone કંપનીનું A12 ચિપસેટ પર ચાલશે, જેણે કંપનીએ 7 nm પ્રોસેસથી તૈયાર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ એવા પણ મળી રહ્યા છે કે ત્રીજા લેન્સનો ફોકસ લેંથ વધારે હશે જે 3X ઑપ્ટિકલ ઝૂમ હશે. હાલના iPhone X, iPhone 7 Plus અને iPhone 8 Plusમાં 2X ઝૂમ આપવામાં આવ્યું છે.
તાઈવાનની જ કંપની છે ફૉક્સકૉન જે iPhone એસેમ્બલ કરવાનું કામ કરે છે અને તાઈવાનથી પણ રિપોર્ટ આવી રહ્યા છે. જો એવું થયું તો આ વખતે iPhone 9માં ટોટલ 4 કેમેરા હશે.
આ પહેલા ત્રણ રિયર કેમેરાની સાથે સૌથી પહેલા Huaweiએ P20 Pro લૉંચ કર્યો હતો, પરંતુ અનાલિસ્ટના મતે, iPhoneના ત્રણ રિયર કેમેરા મૉડ્યૂલ બધા કરતા અલગ હશે. Huawei P20 Proમાં ત્રણ સાધારણ કેમેરા હતા, જેમાં જુમ, બ્લેક એન્ડ વ્હાઈટ અને સ્ટાન્ડર્ડ કેમેરાનો સમાવેશ થાય છે. જો કે એપલમાં 3ડી સેન્સિંગ લેંસ હોવાના અહેવાલ છે.
નવી દિલ્હીઃ એવું લાગી રહ્યું છે કે ટૂંકમાં જ બે રિયર કેમેરાનો ટ્રેન્ડ જૂનો થઈ જશે. અહેવાલ અનુસાર આ વર્ષે iPhone 9માં ત્રણ રિયર કેમેરા આપવાની તૈયારીમાં છે. ડોયચે સિક્યોરિટી એનાલિસ્ટ જિયાલિન લ્યૂનું માનવું છે કે તાઈવાન એપલેના મોટાભાગના કમ્પોનન્ટ્સ સપ્લાઈ થાય છે. આ જાણકારીના આારે તેણે કહ્યું કે, આ વખતે એક વેરિયન્ટ એવું આવી શકે છે જેમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -