Nokia એ એક સાથે લોન્ચ કર્યા ત્રણ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
નોકિયા 5.1માં ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં LED ફ્લેશ સાથે 16 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા છે. આ ફોનમાં 2,970mAhની બેટરી અને Android 8.1 Oreo છે. આ ફોનની કિંમત 189 યૂરો એટલે કે લગભગ 14,800 રૂપિયા છે. જુલાઈથી ફોનનું વેચાણ શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોકિયા 5.1નો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ખાસ વાત એ છે કે આમાં 6000 સીરીઝ એલ્યૂમિનિયમ યૂનિબોડી ડિઝાઈન છે. આ ફોનમાં 2GB રેમ સાથે 16GBની ઈંટરનલ મેમરી છે, જ્યારે બીજા વેરિયંટમાં 3GB રેમ સાથે 32GBની ઈંટરનલ મેમરી આપવામાં આવી છે.
નોકિયા 2.1ની બેટરી 4,000mAhની છે. કંપનીનો દાવો છે કે આ બે દિવસનું બેકઅપ પૂરું પાડશે. Nokia 2.1માં Android Go Edition આપવામાં આવ્યું છે. આ ફોનનું વેચાણ જુલાઈમાં શરૂ થશે. આ ફોનની કિંમત 115 ડોલર એટલકે લગભગ 7,800 રૂપિયા છે. આ સ્માર્ટફોન બ્લૂ કોપર, બ્લૂ સિલ્વર, ગ્રે સિલ્વર કૉપર કલરમાં મળશે.
નોકિયા 2.1માં 5.2 ઈંચનું LED ડિસ્પ્લે છે. આમાં પણ મીડિયાટેકનું જ પ્રોસેસર છે. આ ફોન પણ બે રેમ 2જીબી-16 જીબી અને 3જીબી અને 32 જીબી મેમરી વેરિયંટ સાથે ઉપલબ્ધ છે. ફોટોગ્રાફી માટે 8 મેગાપિક્સલ રિયર ઓટોફોકસ કેમેરા છે જ્યારે સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરા છે.
નોકિયા 3.1ની કિંમત 139 યૂરો એટલે લગભગ 10,900 રૂપિયા છે. જૂનથી ફોનનું વેચાણ શરૂી થશે. જો કે ભારતમાં ક્યારે લૉંચ થશે તેની માહિતી નથી. આ સ્માર્ટફોનમાં 2,990mAhની બેટરી છે. આ 3 કલર વેરિયંટ બ્લૂ, કોપર, બ્લેક ક્રોમ અને વ્હાઈટમાં મળશે. આમાં એન્ડ્રોઈડ સિસ્ટમ Oreo છે.
નોકિયા 3.1માં 5.2 ઈંચ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનમાં 64 બિટ 1.4GHz મીડિયાટેસ ઓક્ટોકોર પ્રોસેસર છે. આસ્પેક્ટ રેશિયો 18:9નો અને સ્ક્રીન HD છે. 2GB અને 3GB રેમમાં ફોન અવેલેબલ છે. ઈંટરનલ મેમરી 16GB છે, જેને માઈક્રો એસડી કાર્ડથી વધારી 128 GB કરી શકાય છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને LED ફ્લેશ લાઈટ પણ આપવામાં આવી છે. જ્યારે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.
નવી દિલ્હીઃ HMD ગ્લોબલે મોસ્કોમાં આયોજિત એક ઇવેન્ટમાં નોકિયા 2.1, નોકિયા 3.1 અને નોકિયા 5.1 લોન્ચ કર્યા છે. આ ત્રણે ફોય વિતેલા વર્ષે લોન્ચ થયેલ નોકિયા 2, નોકિયા 3 અને નોકિાય 5ના અપગ્રેડેડ વર્ઝન છે. તેમાંથી નોકિયા 3 2018 અને નોકિયા 5 2018 એન્ડ્રોઈડ વન સાથે આવશે જ્યારે નોકિયા 2 2018ને કંપનીએ એન્ડ્રોઈડ ઓરિયો 8.0 (ગો એડિશન) સાથે લોન્ચ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -