15 દિવસ પહેલા જ લૉન્ચ થયેલા લેટેસ્ટ આઇફોનમાં આવી આ ખરાબી, જાણો વિગતે
નોંધનીય છે કે, મોટાભાગની ચાર્જિંગનો પ્રૉબ્લમ આઇફોન XS મેક્સમાં આવી રહ્યો છે. એપલઇન્સાઇડરના એક રિપોર્ટ અનુસાર, આ પ્રૉબ્લમ આઇફોન 7 અને 12.9 ઇંચ વાળા પહેલા જનરેશન આઇપેડ પ્રૉમાં પણ આવી રહ્યો છે. રિપોર્ટમાં કહેવાઇ રહ્યું છે કે આ પ્રૉબ્લમ યુએસબીથી આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા એક યૂઝરે લખ્યું કે જ્યારે હુ ફોન ચાર્જમાં લગાવું છું તો ફોન હેન્ગ થઇ જાય છે અને થોડીકવાર ફોન યૂઝ નથી કરી શકાતો. બાદમાં મારે ફોનને ચાર્જિમાંથી કાઢવો પડે છે.
આઇફોન XS મેક્સ યૂઝરે કહ્યું કે, આ પ્રૉબ્લમ ત્યારે થાય છે જ્યારે તે લાઇટનિંગ કેબલને ચાર્જ પોર્ટથી કૉમન વૉલ ચાર્જરની મદદથી કનેક્ટ કરે છે. ઘણીવાર ચાર્જમાં લગાવ્યા બાદ ચાર્જિંગની સાઇન નથી દેખાઇ રહી. વળી, બીજા એક યૂઝરે કહ્યું કે, 10-15 સેકન્ડ સુધી ડિવાઇસને તે જ સ્થિતિમાં રાખ્યા પછી ચાર્જિંગ સાઇન દેખાય છે.
લેટેસ્ટ આઇફોન અને સાથે એપલની નવી આઇઓએસ અપડેટ બાદ કેટલાય ડિવાઇસમાં ચાર્જિંગનો પ્રૉબ્લમ સામે આવી રહ્યો છે. કેટલાક યૂઝર્સે પોતાની સમસ્યા પણ સોશ્યલ મીડિયા પર જણાવી છે.
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે લૉન્ચ કરેલા પોતાના આ વર્ષના લેટેસ્ટ આઇફોન્સને હજુ મહિનો પણ નથી થયો ત્યાંતો કેટલાક પ્રૉબ્લમ્સ સામે આવી રહ્યાં છે. iPhone XS અને iPhone XS Maxમાં ચાર્જિંગનો પ્રૉબ્લમ આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -