લૉન્ચ થનારા નવા બે iPhoneનું આ હશે નામ, કંપની બદલશે Plus લગાવવાનો ટ્રેન્ડ, જાણો વિગતે
મોટી સ્ક્રીનવાળા આઇફોનની બેટરી પણ વધુ પાવરફૂલ હશે. પણ iPhone XS અને XS Maxમાં એક જ પ્રૉસેસર એટલે A12 આપવામાં આવશે અને આની સાથે 4GB રેમ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ અનુસાર, એક iPhone સસ્તો હશે જેમાં ઓલેડ નહીં પણ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવશે. રિપોર્ટ્સ છે કે આ સ્માર્ટફોનમાં 3D ટચ પણ હશે, જ્યારે બે મોંઘા iPhone મૉડલમાંથી કંપની 3D ટચ હટાવવાની તૈયારીમાં છે. એનાલિટ્સ્ટ્સની પ્રેડિક્શન છે કે કંપની આની જગ્યાએ કોઇ નવી ટેકનોલૉજી લઇને આવી શકે છે.
અત્યાર સુધી જેટલીપણ માહિતી સામે આવી છે તે અનુસાર, iPhone Xના નવા મૉડલમાં આ વખતે નવું A સીરીઝ પ્રૉસેસર, 512GB મેમરી આપવામાં આવશે. આ ઉપરાંત એક મોટો iPhone X આવી શકે છે, જેની ડિસ્પ્લે 6.5 ઇંચની હશે. જોકે, આના સ્પેશિફિકેશન્સ iPhone X જેવા જ હશે.
રિપોર્ટ અનુસાર, એપલ 6.5 ઇંચનો iPhone લૉન્ચ કરશે જેને iPhone XS Max કહેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એપલ મોટી સ્ક્રીન વાળા સ્માર્ટફોનના આગળ Plus લગાવે છે. પણ 9to5 મેક રિપોર્ટ અનુસાર આ વખતે કંપની આ ટ્રેન્ડને બદલવાની તૈયારીમાં છે.
નવી દિલ્હીઃ આગામી 12 સપ્ટેમ્બરે અમેરિકન ટેક દિગ્ગજ એપલ નવા આઇફોન લૉન્ચ કરશે. તાજેતરમાંજ iPhone XSની માર્કેટિંગ ઇમેજ લીક થઇ હતી. આ ઉપરાંત કેટલાક ફિચર્સ પણ લીક થયા હતા. હવે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નવા આઇફોન વિશે વધુ માહિતીઓ સામે આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -