✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

iPhone XS અને iPhone XS Max થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2018 07:10 AM (IST)
1

iPhone Xs Maxની કિંમત - 64 જીબીની કિંમત અંદાજે 75375 રૂપિયા - 256 જીબીની કિંમત અંદાજે 89746 રૂપિયા - 512 જીબીની કિંમત અંદાજે 104117 રૂપિયા

2

iPhone Xsની કિંમત - 64 જીબીની કિંમત અંદાજે 71783 રૂપિયા - 256 જીબીની કિંમત અંદાજે 82561 રૂપિયા - 512 જીબીની કિંમત અંદાજે96932 રૂપિયા

3

iPhone Xs અને iPhone Xs Max ડ્યુઅલ સિમ સપોર્ટ કરશે. જો કે, બંને સ્માર્ટફોનમાં ભારતમાં હાલમાં મળે છે તેવા ડ્યુઅલ સિમ સ્લોટ નહીં હોય. સ્માર્ટફોનમાં એક સિમ સ્લોટ હશે પરંતુ બીજો નંબર યૂઝ કરવા માટે eSIM યૂઝ કરી શકાશે. ઇસિમ યૂઝ કરવા માટે તમારે કેમેરો ઓપન કરી જે-તે ટેલિકોમ કંપનીનો QR કોડ સ્કેન કરવાનો રહેશે. ભારતમાં હજી ઇસિમનું ચલણ શરૂ નથી થયું પરંતુ એપલની જાહેરાત અનુસાર એરટેલ, વોડાફોન અને જિયો ભારતમાં eSIM સર્વિસ ટૂંક જ સમયમાં શરૂ કરી શકે છે.

4

કેમેરાની વાત કરીએ તો, iPhone Xs અને iPhone Xs Maxમાં 12+12 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા અને 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેટઅપ છે. આ કેમેરા સ્માર્ટ HDR ફીચર ધરાવે છે. એપલે પોતાના ટ્રેડમાર્ક પોટ્રેટ મોડ અને પોટ્રેટ લાઇટિંગને અપગ્રેડ કર્યા છે. 12 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા ડેપ્થ કંટ્રોલ ધરાવે છે, જેને કારણે તમે ફોટોમાં ઇચ્છો તેવું બ્લર (બોકેહ) ઇફેક્ટ આપી શકશો.

5

નવી દિલ્હીઃ Apple બુધવારે મોડી રાત્રે પોતાના આઈફોન સીરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ આ વર્ષે પણ 2017ની જેમ જ ત્રણ નવા આઈફોન લોન્ચ કર્યા છે. કંપનીએ iPhone XS, iPhone XS Max અને iPhone XR એમ ત્રણ ફોન લોન્ચ કર્યા છે. આઈફોન એક્સએસ એ વિતેલા વર્ષે આવેલ આઈફોન એક્સનું અપગ્રેડ વર્ઝન છે. જ્યારે 6.5 ઇંચની ઓલેડ પેનલ વાળો આઈફોન એક્સએસ મેક્સ હેન્ડસેટ આઈફોન એક્સએસનું મોટું વેરિયન્ટ છે. આ સાથે જ એપલે ચોથા જ નરેશનની એપલ વોચ પણ લોન્ચ કરી છે.

6

નવા iPhone Xs અને iPhone Xs Maxમાં સ્ટીરિયો સાઉન્ડ મળશે. તે સિવાય એપલના ટ્રેડમાર્ક ફેસઆઇડીને વધુ સિક્યોર બનાવવાનો કંપનીએ દાવો કર્યો છે. ત્રણેય નવા સ્માર્ટફોન એપલની અત્યંત પાવરફુલ A12 Bionic ચિપ અને લેટેસ્ટ iOS 12 સાથે આવશે. કંપનીના દાવા અનુસાર, આ ચિપ અગાઉ કરતાં 50 ગણી ફાસ્ટ છે અને 40 ટકા ઓછો પાવર યૂઝ કરે છે. નવા આઇફોનમાં આપેલ ન્યૂરલ એન્જિન (Neural Engine) મશીન લર્નિંગને વધુ સારી બનાવશે.

7

ફીચર્ની વાત કરીએ તો, iPhone Xs 5.8 ઇંચની OLED સુપર રેટિના ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે iPhone Xs Max (10એસ મેક્સ) 6.5 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે ધરાવે છે. iPhone Xs અને iPhone Xs Max વચ્ચે માત્ર સ્ક્રીન સાઇઝનો જ ફરક છે. અન્ય તમામ ફીચર્સ સરખા છે.

  • હોમ
  • ગેજેટ
  • iPhone XS અને iPhone XS Max થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.