Apple ટૂંકમાં શરૂ કરશે ભારતમાં પ્રોડક્શન, સસ્તા થશે આઈફોન
બેંગલુરુઃ અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની Apple ટૂંકમાં જ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંર્ગત ભારતમાં પોતોના iPhonesનું એસેમ્બલિંગ શરૂ કરવા જઈ રહી છે. કર્ણાટકના આઈટી પ્રધાન પ્રિયંક ખડગેએ ગુરુવારે જણાવ્યું કે, એપલ પોતાના હાઈએન્ડ આઈફોનનું એસેમ્બલી બેંગલુરુમાં મહિનામાં શરૂ કરી દેશે. તેમણે કહ્યું કે, એપલ ભારતીય સ્માર્ટભોન બજારમાં પોતાના ધાક જમાવવા આ પહેલ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે ભારતની ઝડપથી વધતા બજારમાં મોતાની ઉપસ્થિતી વધારે મજબૂત બનાવી શકશે. પ્રધાને કહ્યું કે, કર્ણાટક સરકાર આ માટે પોતાના ત્યા વાતાવરણ બનાવવા માટે કેન્દ્ર સાથે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, એપલ ભારતમાં પોતાનું કારખાનું લગાવવા માટે કરમાં છૂટની માગ કરી રહી છે જોકે કેન્દ્ર સરકારે તેની મોટાભાગની માગ ફગાવી દીધી છે. ખડગેએ કહ્યું કે, કેન્દ્ર સરકારે એપલની સાથે વિશેષ વ્યવહાર ન કરવો જોઈએ પરંતુ અન્ય કંપનીઓની સાથે પણ આવું જ થવું જોઈએ.
ખડગેએ કહ્યું કે, મહિનાથી પણ ઓછા સમયમાં એપલ અહીં એસેમ્બરી યૂનિટ શરી કરશે અને પોતાના આઈફોન અહીંના કારખાનામાં બનાવવાનું શરૂ કરશે. તાઈવાનની કંપની વિસ્ટ્રોન કોર્પ તેમાં એપલની મદદ કરશે. તેમણે કહ્યું કે, ભારતમાં આઈફોનનું એસેમ્બલિંગ શરૂ થવાથી એપલને પોતાની પ્રોડક્ટના ભાવ ઘટાડવામાં મદદ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -