રિલાયન્સ Jioએ ગ્રાહકોને આપી ન્યૂ યર ઑફર, 399ના રિચાર્જ પર મળશે 100 ટકા કેશબેક, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2018 09:09 PM (IST)
1
આ ઓફરનો લાભ 28 ડિસેમ્બર 2018 થી 31 જાન્યુઆરી 2019 સુધીની વચ્ચે કરવામાં આવેલા રિચાર્જ પર મળશે. તે દરમિયાન જે પણ કૂપન મળે તેને 15 માર્ચ 2019 પહેલા વટાવવી પડશે.
2
નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ નવા વર્ષ પર પોતાના ગ્રાહકો માટે એક સ્પેશિયલ ઑફરની જાહેરાત કરી છે. જિયો 399 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહ્યું છે. આ કેશબેક કૂપન તરીકે મળશે. જેને ઈ-કૉમર્સ પોર્ટલ Ajio પર વટાવવી પડશે.
3
આ કૂપનથી કેશબેક એજિયો પોર્ટલ પરથી ઓછામાં ઓછા 1000 રૂપિયાનો ઓર્ડર કરવા પર મળશે. આ જાહેરાત રિલાયન્સ જિયોએ વર્તમાન અને નવા ગ્રાહકો માટે છે.
4
કંપનીએ કહ્યું કે, Jioએ Ajioની ભાગીદારીમાં જિયો હેપ્પી ન્યૂ યર ઓફરની જાહેરાત કરી છે. તેના અંતર્ગત યૂઝર્સને એજિયો કૂપન દ્વારા 100 ટકા કેશબેક આપવામાં આવશે. અને 399 રૂપિયાનો રિચાર્જનો પણ લાભ ઉઠાવી શકશે.