JIOનો નંબર યૂઝ કરો છો તો તમારા માટે કામના છે આ કોડ્સ, જાણો
નવી દિલ્હીઃ જિઓ યૂઝર્સ માટે બે સીક્રેટ કોડ અમે તમને જણાવીરહ્યા છીએ. જો તમે જિઓનો નંબર ઉપયોગ કરો છો તો તમારા માટે ખૂબ જ કામ આવી શકે છે. તમે ઘણી વખત એવી જગ્યાએ જતા હશો જ્યાં જિઓનું નેટવર્ક આવતું નહીં હોય. ઘણી વખત એવું પણ થશે કે તમારા ફોનની બેટરી વચ્ચે જ પૂરી થઈ જાય અને તમારી પાસે બીજો ફોન પણ ન હોય, આ સ્થિતિમાં તમે તમારા ફોનનો કોલ અન્ય નંબર પર ડાયવર્ટ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, જિઓના બે ખાસ સીક્રેટ કોડ છે જે માત્ર જિઓના નંબર પર જ કામ કરે છે.
આ કોડની મદદથી તમે તમારા કોલને ડાઈવર્ટ કરી શકો છો. જિયોનો એક કોડ *409* છે. આ કોડનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારા ફોન કોલ કરવાના મેન્યુ પર જાવ. અહીંયા સૌથી પહેલા *409* નંબર લખો, આ બાદ તે નંબર લખો જેના પર તમારે કોલ ડાઈવર્ટ કરવા છે. ઉદાહરણ તરીકે તમારો જિયો નંબર 88888888888 છે. તમે આ નંબરના કોલને 9999999999 નંબર પર ડાઈવર્ટ કરવા માંગો છો. આ માટે તમારે જિયો નંબર પરથી *409*9999999999 ડાયલ કરવાનું રહેશે અને આ કોલ કરવાનો રહેશે. જેવો તમે કોલ કરશો તમને કોમ્પ્યૂટરનો અવાજ આવશે. જેમાં તમને કહેવામાં આવશે પહોંચથી બહાર છો અથવા ફોન બંધ હોવાથી તમારો કોલ ફોર્વર્ડિંગ સક્રિય છે. મતલબ કે જિયો નંબર પર આવનારા તમામ કોલ બીજા નંબર પર આવશે.
હવે કોલ ફોર્વર્ડિગ તો એક્ટિવેટ કરી નાખ્યું, પરંતુ તેને બાદમાં હટાવવું પણ પડશે. તેની પ્રોસેસ પણ લગભગ આવી જ છે. આ માટે તમારે ફોનમાંથી *410 ડાયલ કરવાનો રહેશે. આ નંબર ડાયલ કરતા જ કોમ્પ્યૂટરનો રેકોર્ડિંગ કરેલો અવાજ આવશે. મોબાઈલ બંધ હોવા અથવા પહોંચની બહાર હોવાની સ્થિતિમાં કોલ ફોર્વર્ડિંગ બંધ કરી દેવાયું છે. મતલબ કે જિયો નંબર પર આવનારા તમામ કોલ્સ હવે જિયો નંબર પર જ આવશે. બીજા નંબર પર નહીં જાય.