હવે નવા એકાઉન્ટમાં Facebook માંગશે આધાર પ્રમાણે નામ, નવા ફિચરનું ટેસ્ટિંગ શરૂ
નવી દિલ્હીઃ ફેસબુક ભારતમાં એક નવું ફિચર ટેસ્ટ કરી રહ્યું છે, આ ફિચર અંતર્ગત ફેસબુક પર નવું એકાઉન્ટ બનાવનારા યૂઝર્સને તેમનું આધાર કાર્ડમાં લખેલું નામ માંગવામાં આવશે. અત્યારે આ ફિચર દેશના એક નાના વિસ્તારમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, એટલે મોટાભાગના યૂઝર્સને આ દેખાશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ એક નાનો ટેસ્ટ છે જેમાં યૂઝર્સને માત્ર ઓપ્શન તરીકે આધારમાં લખેલુ નામ યૂઝ કરવા માટે કહેવામાં આવશે, આ કોઇપણ પ્રકારે ફરજિયાત નથી. ફેસબુક યૂઝર્સનો આધાર નંબર નથી માંગી રહ્યું પણ માત્ર આધારમાં લખેલુ નામ યૂઝ કરવાની સલાહ આપશે.
ફેસબુક અનુસાર, આધાર કાર્ડમાં લખેલું નામ યૂઝ કરવાથી વધુમાં વધુ લોકો સાથે આસાનીથી જોડાઇ શકશે. અમે ઇચ્છીએ છીએ લોકો સાચા નામથી એકાઉન્ટ બનાવે જેથી ઓળખ આસાન બની શકે.
ફેસબુક અનુસાર, તે આ ફિચરની મદદથી મોટાભાગના લોકોને તેમના એકાઉન્ટમાં પોતાનું અસલી નામ યૂઝ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચરથી ફેસબુક ફેક આઇડીની જાળ પર પણ રોક લગાવવા ઇચ્છે છે.
નોંધનીય છે કે, ભારતમાં ફેસબુકનું માર્કેટ સૌથી મોટું છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં ફેસબુકના 24 કરોડથી વધુ એક્ટિવ યૂઝર્સ છે. આ બાબતે અમેરિકા ભારતથી પાછળ છે.