Jioની સમર સરપ્રાઈઝ ઓફર, મોંઘો પ્લાન લેવા પર મળી રહ્યો છે 100 ફ્રી ડેટા
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સને આકર્ષિક કરવા માટે સમર સરપ્રાઈઝ ઓફર લઈને આવી છે. તે અંતર્ગત 999 રૂપિયા અને તેનાથી મોંઘા પ્લાન લેનારને 90 દિવસ માટે 100 જીબી 4જી ડેટા ફ્રી મળશે. એટલું જ નહીં 303 અને 499 રૂપિયાનું એક વખત રીચાર્જ કરાવવા પર ત્રણ મહિના માટે ફ્રી સેવાઓ મળશે. જોકે, સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ માત્ર જિઓ પ્રાઈમ મેમ્બર જ ઉઠાવી શકે છે. એવામાં જો તમે હજુ સુધી જિઓ પ્રાઈમ મેમ્બરશિપ લીધી ન હોય તો 15 એપ્રિલ પહેલા તમે તે લઈ શકો છો.
આ પ્લાન્સ વિશે જાણવા માટે તમારે જિઓની ઓફિશિયલી સાઇટ jio.com પર જવું પડશે. અહીં તમને સમર સરપ્રાઇઝ ઓફરનું પેજ દેખાશે. ત્યાં Recharge Now પર ક્લિક કરો. ત્યારપછી પોતાનો જિઓ નંબર નાંખો તમારી સામે Summer surprise planની પુરેપુરી લિસ્ટ ઓપન થઇ જશે. અહીંથી તમે પ્લાન સિલેક્ટ કરી શકો છો. અહીં અમે તમને એવા પ્લાન્સ વિશે બતાવીએ છીએ જેમાં 100GB ડેટા મળી રહ્યો છે.
આ ઓફર અંતર્ગત 999 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત તમને 100 જીબી 4જી ડેટા, ફ્રી કોલિંગ કોઈપણ નેટવર્ક, ફ્રી રોમિંગ અને રોજના 100 ફ્રી એસએમસની સુવિધા મળશે. ત્રણ મહિના પછી 999 રૂપિયાનો પ્લાન એક્ટિવ થઈ જશે જેમાં 60 દિવસ માટે 60 જીબી ડેટાની સાથે ફ્રી કોલિંગ, રોમિંગ અને એસએમએસ મળશે.
1999 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત તમને 100 જીબી 4જી ડેટા, ફ્રી કોલિંગ કોઈપણ નેટવર્ક, ફ્રી રોમિંગ અને રોજના 100 ફ્રી એસએમસની સુવિધા મળશે. ત્રણ મહિના પછી 1999 રૂપિયાનો પ્લાન એક્ટિવ થઈ જશે જેમાં 90 દિવસ માટે 125 જીબી ડેટાની સાથે ફ્રી કોલિંગ, રોમિંગ અને એસએમએસ મળશે.
4999 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત તમને 100 જીબી 4જી ડેટા, ફ્રી કોલિંગ કોઈપણ નેટવર્ક, ફ્રી રોમિંગ અને રોજના 100 ફ્રી એસએમસની સુવિધા મળશે. ત્રણ મહિના પછી 4999 રૂપિયાનો પ્લાન એક્ટિવ થઈ જશે જેમાં 180 દિવસ માટે 350 જીબી ડેટાની સાથે ફ્રી કોલિંગ, રોમિંગ અને એસએમએસ મળશે.
9999 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત તમને 100 જીબી 4જી ડેટા, ફ્રી કોલિંગ કોઈપણ નેટવર્ક, ફ્રી રોમિંગ અને રોજના 100 ફ્રી એસએમસની સુવિધા મળશે. ત્રણ મહિના પછી 9999 રૂપિયાનો પ્લાન એક્ટિવ થઈ જશે જેમાં 360 દિવસ માટે 750 જીબી ડેટાની સાથે ફ્રી કોલિંગ, રોમિંગ અને એસએમએસ મળશે.
499 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર તમને 2 જીબી 4જી ડેટા ડેઈલી ત્યાર પછી 128 કેબીપીએસની સ્પીડ, ફ્રી કોલિંગ, રોમિંગ અને ડેઈલી 100 એસએમએસ મળશે. જ્યારે ત્રણ મહિના પછી 499નો પ્લાન એક્ટિવ થઈ જશે જેમાં 28 દિવસ માટે 2 જીબી 4જી ડેટાની સાથે ફ્રી કોલિંગ, રોમિંગ અને એસએમએસ મળશે.