Jioની ધમાકેદાર ઓફર, એક વખત રિચાર્જ કરાવવા પર 2020 સુધી મળશે બધું ફ્રી
નવી દિલ્હીઃ જો તમે જિઓના ગ્રાહક છો તો કંપનીનો નવો પ્લાન તમને દર મહિને રિચાર્જ કરવાની માથાકૂટમાંથી છૂટકારો અપાવી શકે છે. તેમાં એક વખત રિચાર્જ કરાવવા પર આખા વર્ષ સુધી કોઈ રિચાર્જ કરાવવું નહીં પડે અને આખું વર્ષ ફ્રી ડેટા અને કોલિંગનો લાભ મળશે. ઉપરાંત તેમાં તમને 100 ટકા કેશબેક પણ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્લાનમાં 100 ટકા કેશબેક પણ મળશે. આ કેશબેક Myjio કે MyCoupons સેક્શનમાં કૂપન્સનાં રૂપમાં મળશે. આ ઓફર નવાં અને જુના બંને ગ્રાહક માટે છે.
જિઓનાં આ લોન્ગ ટર્મ વેલિડિટી પ્લાનનો ભાવ 1699 રૂપિયા છે. જેમાં યૂઝર્સને 365 દિવસ માટે અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ કોઇપણ FUP પ્લાન વગર આપવામાં આવે છે. સાથે જ 1.5 જીબી ડેટા દરરોજ, 100SMS પણ ફ્રી મળશે.
ગ્રાહક પ્રત્યેક કૂપનને રિલાયન્સ ડિજિટલ કે MyJio સ્ટોર્સ પર 5000 રૂપિયા કે તેથી વધુની ઇનવોઇસ વેલ્યુનાં બદલામાં રિડીમ કરાવી શકે છે. આ ઓફર પ્રીપેડ રિચાર્જ માટે ઉપલબ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -