આ છે 150 રૂપિયાથી ઓછી કિંમતના તમામ કંપનીઓના બેસ્ટ રિચાર્જ પ્લાન, આ કારણે JIO છે સૌથી આગળ
નવી દિલ્હીઃ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જિયોની એન્ટ્રી બાદ તમામ કંપનીઓ નવા-નવા રિચાર્જ પ્લાન્સ લઈને આવવા મજબૂર બની છે. એટલું જ નહીં કેટલીક કંપનીઓ યૂઝર્સની જરૂરિયાત મુજબ તેમને ડેટા કે કોલિંગ પેક પસંદ કરવાની છુટ પણ આવી રહી છે. હાલ તમામ અગ્રણી કંપનીઓના પ્લાન 150 રૂપિયાથી પણ ઓછી કિંમતના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેલીકોમ વોરમાં જિયો સૌથી આગળ છે. સૌથી ઓછી કિંમતના રિચાર્જની વાત કરવામાં આવે તો જિયો બીજી કંપની કરતા ખૂબ આગળ છે. જિયો 98 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ પણ આપે છે. જ્યારે 149 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ તો છે જ, આ સાથે જ દરરોજ 1.5 GB ડેટા પણ મળે છે.
ભારતીય એરટેલ પણ 150 કરતા ઓછી કિંમતા બે રીચાર્જ પ્લાન ઓફર કરે છે. 97 રૂપિયામાં એરટેલ યૂઝર્સને 28 દિવસની વેલિડિટી સાથે 1 GB ડેટા અને 350 કોલિંગ મિનિટ આપવામાં આવે છે. આ સાથે જ 149 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને 1 GB ડેટા મળે છે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે.
આઈડિયાની વાત કરવામાં આવે તો 75 રૂપિયામાં28 ડિવલની વેલિડિટીની સાથે 1જીબી ડેટા અને 300 મિનિટ લોકલ અને એસટીડી કોલિંગનો લાભ મળે છે. 149 રૂપિયાના રિચાર્જની વેલિડિટી 21 દિવસની છે. આ પેકમાં યૂઝર્સને 250 મિનિટ કોલિંગનો લાભ મળે છે.
વોડાફોન-આઇડિયાનું મર્જર થઈ ગયું હોવા છતાં બંને કંપનીઓ તેમના યૂઝર્સ માટે અલગ અલગ પ્લાન રડૂ કરી રહી છે. વોડાફોનમાં 99 રૂપિયાના રિચાર્જ પર 28 દિવસની વેલિડિટી અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. જ્યારે 149 રૂપિયાના રિચાર્ડમાં 28 દિવસની વેલેડિટી, 2 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગનો ફાયદો થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -