લેન્ડ રૉવરે લૉન્ચ કર્યો 42 હજારનો સ્માર્ટફોન, 6 ફૂટ ઉપરથી પડશે તો પણ નહીં તુટે
આ સ્માર્ટફોનની સાથે એક એડવેન્ચર પેક પણ આવે છે જે ટ્રાવેલિંગ દરમિયાન યૂઝર્સને ખુબ કામ આવે છે. આ એક પ્રૉએક્ટિવ કેસના જેવું હોય છે, જે સ્ટેઇનલેસ સ્ટીલ કાર્બોઇનરની સાથે આવે છે. આ પેકમાં 3600mAh નો બેટરી બેકઅપ અને GPS પેચ એન્ટેના છે. આ ફોન બાઇકની સાથે પણ અટેચ કરી શકાય છે.
v
ફોનની કિંમત 649 ડૉલર એટલે લગભગ 42,000 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનનો પ્રી-ઓર્ડર એપ્રિલ મહિનાથી કંપનીની વેસબાઇટ લેન્ડ રૉવર એક્સ્પ્લૉરર પરથી કરી શકાશે. લૉન્ચ પહેલા ચર્ચા હતી કે આને કંપની MWC 2018 માં લૉન્ચ કરશે.
એક્સ્પૉલરર રગ્ડ સ્માર્ટફોનનું સૌથી ખાસ ફિચર એ છે કે આ સ્પેશ્યલ પ્રકારના પોગો પિન્સની સાથે આવે છે, જેના દ્વારા આ ફોનને અલગ અલગ પેક્સથી એટેચ કરી શકાય છે.
નવી દિલ્હીઃ રૉયલ કાર નિર્માતા કંપની Land Rover એ સ્માર્ટફોન માર્કેટમાં પગ મુક્યો છે, કંપનીએ Bullitt Group સાથે મળીને એક રગ્ડ એક્સપ્લૉરર સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોનને લઇને કંપનીનો દાવો છે કે આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી સ્ટ્રૉન્ગ સ્માર્ટફોન છે. આ ફોન વૉટરપ્રૂફ છે અને 6 ફૂટ ઉપરથી પડે તો પણ ફોન ડેમેજ નથી થઇ શકતો.