એક-બે નહીં પણ 5 કેમેરા સાથે આજે લૉન્ચ થશે આ હાઇટેક ફોન, જાણી લો શું હશે ફિચર્સ
કંપની આ ફોનમાં 6.34 ઇંચની પોએલઇડી ડિસ્પ્લે આપી છે, જેનો રેશિઓ 90 ટકા છે. આની સાથે જ કંપની આ ફોનમાં ટેલિફોટો લેન્સ આપી શકે છે. ઉપરાંત રિયરમાં ટ્રિપલ કેમેરા આપ્યા છે.
જો રેમની વાત કરીએ તો કંપની ફોનના એકથી વધુ રેમ વેરિએન્ટ લૉન્ચ કરી શકે છે. જેમાં 6જીબી રેમની સાથે 8જીબી રેમ સામેલ છે. આની સાથે જ કંપનીએ આ ફોનમાં સૌથી ખાસ ફિચર ગૂગલ આસિસ્ટન્ટ હાર્ડવેર બટન આપ્યુ છે.
રિપોર્ટ્સ અનુસાર, આ એલજીના આ ફોનમાં કંપનીએ એક-બે નહીં પણ પાંચ કેમેરા સેટઅપ આપ્યા છે, સાથે ફ્રન્ટમાં ડ્યૂલ કેમેરા આપ્યા છે. આમ કુલ મળીને પાંચ કેમેરા છે. આ ફોનને આજે ન્યૂયોર્ક અને કાલે કોરિયામાં લૉન્ચ કરવામાં આવશે.
LGના આ ફોનની માહિતી એક લીક રિપોર્ટના હવાલાથી મળી છે અને સાથે ફોનમાં પાંચ કેમેરા છે તેનાથી વધુ માહિતી પણ નથી મળી. લીક રિપોર્ટ અનુસાર આ ફોનના રિયરમાં 20, 16 અને 13 મેગાપિક્સલનો કેમેરો હોઇ શકે છે, સાથે ફોનના ફ્રન્ટમાં કેમેરામાં 3ડી ફેસ રિકૉગ્નિશન વાળુ ફિચર સામેલ છે.
નવી દિલ્હીઃ સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર કંપની LG આજે પોતાનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ સ્માર્ટફોન LG V40 ThinQને લૉન્ચ કરવા જઇ રહી છે, આ ફોનનું લૉન્ચિંગ ન્યૂયોર્કમાં કરવામાં આવશે. ફોનની સાથે કંપની એલજી વૉચ ડબલ્યૂ 7ને પણ રિલીઝ કરશે.