હવે આવશે 6.1 ઇંચનો LCD વેરિએન્ટ વાળો Apple iPhone 9, તસવીરો થઇ લીક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપલ આ વર્ષે આઇફોનના વેરિએન્ટમાં ડ્યૂલ સિમ ફિચરને પણ લાવવાની વાત કરી રહ્યું છે. જ્યા એ કહેવાઇ રહ્યુ છે કે 6.1 ઇંચ વાળા બજેટ LCD વેરિએન્ટમાં ડ્યૂલ સિમની સુવિધા આપવામાં આવી શકે છે. પણ નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફોનથી ડ્યૂલ સિમ નથી આપવામાં આવ્યું અને માત્ર ચીનમાં જ આ ફિચરને લૉન્ચ કરવામાં આવશે. જેને સાંભળીને ભારતીય યૂઝર્સ થોડા નિરાશ થઇ શકે છે.
2018 વાળા આઇફોનની ડિસ્પ્લે મોટી હશે જે 6.5 ઇંચની ડિસ્પ્લેની સાથે આવશે. બન્નેમાં OLED ટેકનોલૉજીનો યૂઝ કરવામાં આવશે જેનાથી બન્ને સ્માર્ટફોનની કિંમત વધી જશે. આઇફોન X ની કિંમત 61,000 રૂપિયાથી લઇને 68,000 રૂપિયા સુધી થઇ શકે છે.
એપલ આઇફોન 9 અને આઇફોન X સિંગલ રિયર કેમેરાની સાથે આવશે, આનો અર્થ એ થયો કે 6.1 ઇંચ વાળો આઇફોન 9 પહેલા વાળા આઇફોન 8ને રિપ્લેસ કરી દેશે. રિપોર્ટ અનુસાર, બન્ને મોંઘા આઇફોન X વાળા વેરિએન્ટમાં ડ્યૂલ રિયર કેમેરા ફિચર આપવામાં આવશે. આઇફોન X માં 5.8 ઇંચની સ્ક્રીન હશે. જેમ 2017 વાળા વેરિએન્ટમાં હતું.
આ પહેલું લીક નથી જેમાં 6.1 ઇંચ વાળી એલસીડી વેરિએન્ટ વિશે બતાવવામાં આવ્યુ હોય, લીક્સ અનુસાર, આમાં પણ કહેવામાં આવી રહ્યું છે. આઇફોનના આ વેરિએન્ટની કિંમત આઇફોન X ના અન્ય વેરિએન્ટથી ઓછી હશે. જોકે, આ ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે નૉચની સાથે આવશે. આનો અર્થ એ કે ફોનની સાઇડમાં પાતળી બેઝલ્સ આપવામાં આવશે, વળી સ્માર્ટફોન ફ્રન્ટમાં ફેસ આઇડી ફિચરની સાથે આવશે.
નવી દિલ્હીઃ એપલ આઇફોન 9નું લીક ફરી એકવાર સામે આવ્યુ છે. આ વખતે ફોનની ઇમેજ લીક થઇ છે જે 6.1 ઇંચ વાળી એલસીડી વેરિએન્ટ વાળી છે. લીકમાં સિંગલ રિયર કેમેરા વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એ પણ કહેવાયુ છે કે આ આઇફોન 9 ગ્લાસ અને બ્લેક વેરિએન્ટમાં આવશે. આ ઇમેજને સ્લેશલિક્સે શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -