આ સ્માર્ટફોનમાં નહીં હોય સિમ સ્લોટ કે કોઈ બટન, ખાસ છે ફોન
બાલમાં ફોનની કિંમત કેટલી હશે એ વિશે કોઇ જાણકારી મળી નથી અને એ પણ માહિતી પ્રાપ્ત નથી થઇ કે આ ફોન વેચાણ માટે ક્યારે ઉપલબ્ધ થશે. આ ફોન એન્ડ્રોઇડ આધારિત ફ્લાઇમ 7 ઓએસ પર કામ કરશે, જેમાં 5.99-ઇંચની પૂર્ણ એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080x2160 પિક્સેલ્સ છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે એડ્રેનો 630 જીપીયુ આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોનમાં પાવર માટે કોઇ અન્ય વોલ્યુમ બટન નથી, પરંતુ તેની બાજુમાં ટચ પેનલ આપેલી છે. જેની મદદથી વોલ્યૂમ ઓછુ કરી શકાય છે, સિમ સ્લોટની વાત કરીએ તો ફોન ઈસીમ સપોર્ટ સાથે આવશે. આ ઉપરાંત, તેનું સ્પીકર ફોનના ડિસ્પ્લેમાં જ છે.
ફોનમાં રિયર કેમેરો 12 મેગાપિક્સલ અને 20 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેની સૌથી મહત્વની વાત એ છે કે તેમાં ટેલિફોટો લેન્સ છે. સેલ્ફી માટે, 20-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો અને ફેસ અનલોક સુવિધા છે.
નવી દિલ્હીઃ ટૂંક સમયમાં ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની Meizu લેટેસ્ટ સ્માર્ટફોન Zero લોન્ચ કરવાની છે. આ ફોન પોતાની ડિઝાઈનને કારણે ચર્ચામાં છે. કારણ કે આ સ્માર્ટપોનમાં કોીપણ ફિઝિકલ બટન કે પોર્ટ્સ વગર આવશે. એટલું જ નહીં કહેવાય છે કે, ફોનમાં કોઈ સીમ સ્લોટ પણ નહીં હોય. આ ડિવાઈસ eSIMને સપોર્ટ કરી શકે છે અને સાથે જ પાવર સેન્સેટિવ વોલ્યૂમ હોવાની સાથે પાવર બટન છે અને આ બધું mEngine 2.0 techને કારણે શક્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -