Mobikwikએ રજૂ કરી લાઈટ એપ, 2G નેટવર્ક પર પણ યૂઝ કરી શકશો વોલેટ સર્વિસ
યૂઝરે કોઈપણ એન્ડ્રોઇડ સમાર્ટફોનથી 8097180971 નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. ત્યાર બાદ યૂઝરને એક મેસેજ મળશે જેમાં ડાઉનલોડ પેજની ડાયરેક્ટ લિંક હશે. ત્યાર બાદ યૂઝરને મોબિક્વિક પ્લેટફોર્મ પર રજિસ્ટર કરવા માટે વન ટાઈમ પાસવર્ડ મળશે. તેનો ફાયદો લેવા માટે ઈમેલ આઈડી અથવા ગૂગલ પ્લે એકાઉન્ટની જરૂર નહીં પડે. મોબિક્વિક લાઈટ એપ એન્ડ્રોઈડ વર્ઝન 2.3 જિંજરબ્રેડ બાદના તમામ એન્ડ્રોઈડ વર્ઝન પર કામ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMobikwik અનુસાર આ એપ 1 MBથી પણ ઓછી જગ્યા રોકશે. જ્યારે આ લાઈટ એપ 2જી નેટવર્ક પર પણ કોઈપણ મુશ્કેલી વગર કામ કરશે. એવામાં જો તમારા ફોનમાં સ્ટોરેજ ઓછી છે અને નેટવર્ક પણ સુસ્ત છે, ત્યારે પણ તમે સરળતાથી ઈ-વોલેટની સુવિધા મેળવી શકો છો. કંપની અનુસાર આ એપ એક સપ્તાહની અંદર ડાઉનલોડ માટે ઉપલબ્ધ હશે.
યૂઝર મોબિક્વિક લાઈટ એપ મિસ્ડ કોલ કરીને ડાઉનલોડ કરી શકે છે. ઈ-મેલ આઈડીની જગ્યાએ માત્ર ફોન નંબર આપીને પણ સાઇન અપ કરી શકો છો. આ એપને ડાઉનલોડ કરવા માટે માત્ર 1 એમબી સ્પેસની જરૂર પડશે. આ ગ્રામીમ વિસ્તારમાં જ્યાં ઇન્ટરનેટની સ્પીડ સ્લો છે ત્યાં પણ સરળતાથી કામ કરશે. મોબિક્વિક લાઈટ એપ હિન્દી અને અંગ્રેજી યૂઝર ઇન્ટરફેસને સપોર્ટ કરે છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ દેશભરમાં મોબાઈલ વોલેટ કંપનીઓ ઝડપથી વિસ્તરણ કરી રહી છે. તે અંતર્ગત કંપનીઓ પોતાની સેવાની સાથે જ ટેક્નોલોજીમાં પણ ફેરફાર કરી રહી છે. આ જ ક્રમમાં મોબાઈલ વોલેટ કંપની Mobikwikએ ભારતમાં પોતાની લાઈટ એપ લોન્ચ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -