એપલ સસ્તા ભાવનો એપલ 10 બજારમાં મૂકશે, જાણો શું હશે તેનો ભાવ? ડીઝાઈન થઈ લીક
જાણકારી અનુસાર 6.1 ઇંચ એલસીડી ડિસ્પ્લેવાળા આઈફોનને લઈને કંપનીએ 100 મિલિયન યૂનિટ્સ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. કંપની આશા છે કે નવું એલસીડી ડિસ્પ્લેવાળાં મોડલથી કંપનીના માર્કેટ શેરમાં વધારો થશે. નોંધનીય છે કે, વધારે કિંમત હોવાને કારણે એપલનો લેટેસ્ટ આઈફોન એક્સ કંપનીની આશા પર ખરો ઉતર્યો ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે 6.5 ઇંચવાળા વેરિયન્ટના લીક અનુસાર તે ઓલેડ પેનલની સાથે આવી શકે ચે અને આ આઈફોન એક્સ પ્લસની રેન્જની શરૂઆત હશે. મેટલ બોડી પર બનેલ આ ફોનમાં નોચ હસે અને તે બેઝલલેસ ડિસ્પ્લેવાળો ફોન હશે. આ ફોનના બેકમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ હશે. કહેવાય છે કે, આઈફોનનું આ વેરિયન્ટનો કેમેરો આઈફોન એક્સ સાથે મળતો આવે છે.
મિંગ ચી ક્યૂ અનુસાર સિંગલ સિમ આઈફોનની કિંમત 550થી 650 ડોલર એટલે કે 36000થી 42000 રૂપિયાની આસપાસ હશે. જ્યારે ડ્યૂઅલ સિમવાળા મોડલની કિંમત તેનાથી વધારે હશે.
એક વેબસાઈટ અનુસાર બજેટ વેરિયન્ટના 6.1 ઇંચ મોડલરમાં એક કેમેરો અને આઈપીએસ એલસીડી આપવામાં આવી શકે છે. KGI સિક્યોરિટીના એનાલિસ્ટ મિંગ ચી ક્યૂએ ખુલાસો કરતાં કહ્યું કે, 6.1 ઇંચ સ્ક્રીનવાળો આઈફોન ડ્યૂઅલ સિમને સપોર્ટ સાથે લોન્ચ થશે ઉપરાંત એલસીડી ડિસ્પ્લેવાળું સસ્તું સિંગલ સિમવાળું મોડલ પણ રજૂ થશે.
મીડિયા અહેવાલ અનુસાર કંપની આ આવતે આઈફોન 10નું 6.1 ઇંચવાળું એક મોડલ લોન્ચ કરશે જેની કિંમત અંદાજે 600થી 700 ડોલર (અંદાજે 50 હજાર રૂપિયા) આસપાસ હોઈ શકે છે. હાલમાં જ આઈફોન એક્સના 6.1 ઇંચવાળા મોડલની તસવીરો મીડિયામાં લીક થઈ હતી.
નવી દિલ્હીઃ એપલ વર્ષના અંત સુધીમાં ત્રણ નવા આઈફોન લોન્ચ કરી શકે છે. એવી અફવા છે કે આ ફોન આઈફોન એક્સનું નવું વર્ઝન હશે જે વર્ષ 2016ની શરૂઆતમાં રિલીઝ થયું હતું. બાકીના બે આઈફોન ક્રમશઃ આઈફોન 8 અને આઈફોન 8 પ્લસનું નવું વર્ઝન હોઈ શકે છે. એવું પણ કહેવાય છે કે એક્સ સીરીઝનો મોટા આકારનો એક નવો ફોન આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -