એંડ્રોઈંડના જમાનામાં NOKIAએ લૉંચ કર્યો 3310 2જી ફોન, જાણો તેની કિંમત અને ફીચર્સ
નવી દિલ્લી: નોકિયાએ ઇન્ડિયન માર્કેટમાં ફરીથી 3310 ફીચર ફોન લોન્ચ કરી દીધો. ફોનને 17 વર્ષ પહેલા સપ્ટેમ્બર 2000માં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન બનાવતી કંપની એચએમડી ગ્લોબલના જણાવ્યા પ્રમાણે, નવા 3310નું વેચાણ ભારતમાં 18 મેથી શરૂ થશે. તેની કિંમત રૂ.3310 રાખવામાં આવી છે.
યુરોપમાં આ ફોન રૂ.3400 પર લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફક્ત 2G પર કામ કરશે. 3310ને ચાર અલગ-અલગ કલર્સમાં વેચવામાં આવશે. ગ્લોસ ફિનિશ સાથે વોર્મ રેડ અને યેલો, મેટ ફિનિશ સાથે ડાર્ક બ્લુ અને ગ્રે. આ ફોન ઓનલાઇન નહીં મળે.
નોકિયાએ ઇન્ડિયન માર્કેટમાં ફરીથી લૉંચ કરેલા 3310 ફોનના ફીચર્ચની વાત કરીએ તો તેમાં 2.40 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 240x320 પિક્સલ છે. આ ફોનમાં ફંટ કેમેરો આપવામાં આવ્યો નથી. આ ફોન OS પર કામ કરે છે. સ્ટોરેજની વાત કરીએ તો ફોનમાં 16 જીબીનો સ્ટોરેજ છે. જ્યારે રિયર કેમેરો 2MPનો છે. અને બેટરી બેકઅપની વાત કરીએ તો 1200mAhની બેટરી આપવામાં આવી છે.
ફોનમાં 1200 mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી 31 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ અને 22.1 કલાકનો ટોકટાઇમ આપશે. તેમાં MP3 પ્લેબેક ટાઇમ 51 કલાક અને FM પ્લેબેક ટાઇમ 39 કલાકનો છે.