હવે લોન્ચ થયો ગોલ્ડ પ્લેટેડ Nokia 3310, કિંમત જાણીને ચોંકી જશો તમે
આ લક્ઝરી ડિવાઈસની કિંમત 99,000 રશિયન રુબલ્સ છે એટલે કે અંદાજે 1,12,785 રૂપિયા. જોકે, અન્ય દેશમાં આ મોબાઈલ નહીં મળે, પરંતુ રશઇયામાં પુતિનના અનેક ફેન્સ જે આ ફોન જરૂર ખરીદી શકે છે.
ફોનનું ફ્રન્ટ બટન ગોલ્ડ પ્લેટેડ છે જેના પર રશિયન ક્વોટ ઓફ આર્મ્સની તસવીર બનેલી છે. એન્ડ્રોઈડ ઓથોરિટી અનુસાર, નોકિયા 3310 સુપ્રીમો પુતિન એક સુંદર વુડન કેસમાં આવશે. જેના પર બ્લેક વેલવેટ કવર રહેશે.
આ ફોનની સૌથી ખાસ વાત તેનું નામ છે. આ ફોનનું નામ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન નામ પરથી પ્રેરણા લઈને સુપ્રીમો પુતિન રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ ફોનને બેક સાઈડમાં વ્લાદિમિર પુતિનનો ગોલ્ડ પ્રેટેડ પોટ્રેટ લગાવવામાં આવ્યું છે. જેની ચારેબાજુ ગોલ્ડ સીલ છે અને જેના પર રશિયાના રાષ્ટ્રગાનનું ક્વોટ છે.
થોડા દિવસ પહેલા જ નોકિયાએ પોતાનો આઈકોનિક અને અત્યાર સુધી સૌથી વધુ વેચાયો હોય તેવો 3310 ફોન રિ લોન્ચ કર્યો હતો. નોકિયાના આ મોડલની ખૂબજ સરળ ડિઝાઈન અને ફીચર્સની સાથે લોન્ચ થયો હતો. પંરતુ હવે આ મોડલનું લક્ઝરી મોડલ 'કેવિયર' બજારમાં આવ્યું છે.