Jioમાં આ રીતે પોર્ટ કરો તમારો પરમેનન્ટ પોર્ટ, આ સ્ટેપને કરો ફોલો
નવી દિલ્હીઃ 1 માર્ચથી 31 માર્ચ સુધી તમે રિલાયન્સ જિયોની પ્રાઈમ મેમ્બરશિપ લઈ શકો છો. આ મેમ્બરશિપ લઈને તમે તમે ઓછા પૈસે હેપ્પી ન્યૂ યર ઓફરનો લાભ માર્ચ 2018 સુધી લઈ શકો છો. જોકે ઘણાં લોકો પોતાનો જૂનો નંબર બદલવા માગતા ન હોય તેમના માટે આ સોનેરી તક છે.
જો તમે નંબર બદલ્યાવગર જીઓ સાથે જોડાવવા માટે માગે છે તો તેઓ જિઓમાં નંબર પોર્ટ કરાવી શકે છે. જિઓ કસ્મર કેર દ્વારા પોર્ટ માટેના આ આસાન સ્ટેપ્સને ફૉલો કરવાની પ્રૉસેસ બતાવી હતી. અહીં અમે તમને જિઓમાં નંબર પોર્ટ કરવા માટેની 5 સ્ટેપ્સની આ આસાન પ્રૉસેસ વિશે બતાવીએ છીએ.
રિલાયન્સ જિઓમાં કોઇપણને પોર્ટ કરવાની પ્રૉસેસ બહુ આસાન છે. આ માટે તમારે જે નંબર જિઓમાં પોર્ટ કરવો છે તેના પરથી એક મેસેજ કરવાનો છે, ત્યારપછી 7 વર્કિંગ ડેઝમાં તે નંબર જિઓમાં ટ્રાન્સફર થઇ જશે.
સૌથી પહેલા ફોનમાં મેસેજ બોક્સમાં જઈને લખી 1900 પર સેન્ડ કરો. થોડીક મિનીટોમાં તમને મેસેજનો રિપ્લાય આવશે, તેમાં તમને એક UPS કોડ આપવામાં આવશે.
હવે કોડની સાથે તમારું આઈડી પ્રૂફ (ખાસ કરીને આધાર કાર્ડ) અને પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈ નજીકના રિલાયન્સ ડિજીટલ સ્ટોર પર જાઓ. (જો આધાર કાર્ડ હોય તો ફોટો લઈ જવાની પણ જરૂર નથી.) સ્ટોરમાં આ કોડ બતાવો સાથે તમારું આઈડી પ્રૂફ અને ફોટો પણ આપો.
તમામ ફોર્માલિટી પૂરી થયા પછી તમને રિલાયન્સ જિયો 4જી સિમ કાર્ડ અને પ્રિવ્યૂ ઓફર મળી જશે. 7 દિવસમાં તમારો નંબર જિઓમાં પોર્ટ થઈ જશે.ત્યાર બાદ 31 માર્ચ સુધી હેપ્પી ન્યૂ યર ઓફરનો લાભ મળશે.