Nokia 3310નું નવું 3G વેરિયન્ટ લોન્ચ, જાણો સ્પેસિફિકેશન અને કિંમત
નવી દિલ્હીઃ એચએમડી ગ્લોબલે એમડબલ્યૂસી 2017માં લોકપ્રિય નોકિયા 331ને નવા અવતારમાં રજૂ કર્યો હતો. ફિનલેન્ડની કંપનીએ લોન્ચ સમયે નોકિયા 3310 (2017)ને મોડર્ન ટ્વિસ્ટ નામ આપ્યું હતું. Nokia 3310ના નવા અવતારને 2જી સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ફનલેન્ડની કંપનીએ નોકિયા 3310નું નવું 3જી વેરિયન્ટ લોન્ચ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોકિયાના આઈકોનિક ફોન નોકિયા 3310નું જ્યારે નવું 2જી રૂપ આવ્યું હતું, ત્યારે ભારતમાં તેને લઈને ઘણો ક્રેઝ હતો. ત્યારે એવી આશા રાખવામાં આવી રહી છે કે, અહીં 3જી સ્માર્ટફોન આવ્યા બાદ પણ તેનું જબરજસ્ત સ્વાગત થશે. નવા નોકિયા 3310 3જી સ્માર્ટફોનમાં ચાર કલર વેરિયન્ટના ઓપ્શન્સ છે. નોકિયા 3310 3જીમાં ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને પગલે લોકો આ 2જી વર્ઝનની સરખામણીમાં વધુ પસંદ કરે તેવી શક્યતા છે.
નોકિયાના આ 3જી સ્માર્ટફોનનું ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી વેચાણ શરૂ થશે. ત્યાં તેની કિમત 89.95 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 4,600 રૂપિયા હશે.
નવો નોકિયા 3310 3જી ફીચર ફોન વોર્મ રેડ, યલો, એજ્યોર અને ચાકકોલ કલર વેરિયન્ટમાં મળશે. નવા વેરિયન્ટને હાલમાં ઓસ્ટ્રેલિયાના બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને ટૂંકમાં જ તેને અન્ય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.
આ સ્માર્ટફોનમાં 1,200 એમએએચની બેટરી આપવામાં આવી છે. નોકિયા 3310 3જીની આ બેટરી 27 દિવસના સ્ટેન્ડબાય ટાઈમ સાથે આવે છે અને તેનાથી 6.5 કલાક સુધી નોન-સ્ટોપ વાત કરી શકાય છે. જ્યારે તેનાથી 40 કલાક સુધી મ્યૂઝિક પ્લેબેક કરી શકાય છે. એટલું જ નહીં, તેનાથી 35 કલાક સુધી એફએમ રેડિયો પણ પ્લે કરી શકાય છે, એવો નોકિયાનો દાવો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -