ભારતમાં છવાયો નોકિયા 6નો જાદુ, એમેઝોન પર મળ્યા 10 લાખથી વધારે રજિસ્ટ્રેશન
નોકિયાના આ ફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 5.5 ઇંચનું ફુલ એચડી ડિસ્પ્લે છે જેના પર સુરક્ષા માટે 2.5ડી ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યં છે. સ્માર્ટફોનમાં 3 જીબી રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ સ્ટોરેજ 32 જીબીની છે. નોકિયા 6 એક ડ્યુઅલ સિમ ફોન છે અને તેમાં 3000 એમએએચની બેટરી આપવામાં આવી છે. ફોનના હોમ બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યા છે. તેમાં 16 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
નોકિયા 6ને લઈને દીવાનગી પાછળનું એક કારણ કંપનીની ખાસ ઓફર પણ છે. એમેઝોન ઇન્ડિયા પર લોન્ચ ઓફર અંતર્ગત એમેઝોન પ્રાઈમ મેમ્બરને એમેઝોન પે બેલેન્સ દ્વારા ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. જ્યારે વોડાફોન યૂઝરને 5 મહિના માટે 249 રૂપિયા પ્રતિ મહિના પર 10 જીબી ડેટા પણ મળશે. ઉપરાંત ફોન ખરીદનાર તમામ ગ્રાહકોને કિંડલ ઈબુક્સ પર 80 ટકા ઓફ (300 રૂપિયા સુધી)ની છૂટ મળશે અને મેકમાઈટ્રિપ પર 2500 રૂપિયા સુધીની છૂટ (1800 રૂપિયા હોટલ પર અને 700 રૂપિયા ઘરેલુ ફ્લાઈટ પર) મળશે.
નવી દિલ્હીઃ નોકિયા બ્રાન્ડ ભારતમાં હંમેશાથી જ લોકપ્રિય રહી છે. ભલે સ્માર્ટફોનની દુનિયામાં નોકિયાનું નામ ખોવાઈ ગયું હતું પરંતુ હાલમાં જ લોન્ચ થયેલ કેટલાક ફોને ફરી નોકિયાને લોકપ્રિય બનાવી દીધા છે. આવો જ જાદુ નોકિયા 6 સ્માર્ટપોનને લઈને જોવા મળી રહ્યો છે. આ ફોન 23 ઓગસ્ટના રોજ ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ પહેલા 14 જુલાઈથી તેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ઈકોમર્સ એમેઝોન પર અત્યાર સુધી 10 લાખથી વધારે રજિસ્ટ્રેશન મળ્યા છે. કંપનીએ આ ફોનની કિંમત ભારતમાં 14999 રૂપિયા રાખી છે.